Sun May 31 2026

Logo

‘સૂર્યકુમાર યાદવ પાસેથી અપેક્ષા ન રાખી શકાય... ’ CJI સૂર્યકાંતે આવું કેમ કહ્યું?

2026-03-02 15:20:16
Author: Savan Zalariya
Article Image

ગાંધીનગર: ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) સૂર્યકાંતને ક્રિકેટ જોવાનો શોખ છે, એક યુનિવર્સીટીમાં કાયદાના વિદ્યાર્થીઓને સંબોધતા CJIએ ભારતની T20 પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કર્યો હતો. 

શનિવારે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ના 16મા કોન્વોકેશન સમારોહમાં CJI સુર્યકાંતે હાજરી આપી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા CJIએ કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા મેળવવાના મહત્વ પર ભાર મુક્યો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જેમ એક ક્રિકેટર બધી ભૂમિકાઓ ન ભજવી શકે, તેમ એક વકીલ પણ વ્યવસાયના દરેક પાસામાં નિપુણતા મેળવી શકે નહીં.

સૂર્યકુમાર ડેથ ઓવરોમાં બોલિંગ કરે તો..:
CJI સુર્યકાંતે કહ્યું કે કોઈ એવી અપેક્ષા ન રાખી શકે કે ડેથ ઓવરોમાં સૂર્યકુમાર યાદવ બોલિંગ કરે. એવી પણ અપેક્ષા ન રાખી શકાય કે જસપ્રીત બુમરાહ રન ચેઝમાં સૌથી વધુ ફાળો આપે. ક્રિકેટની જેમ જ વકીલોએ સમય સાથે પોતાની શક્તિઓને ઓળખવી જોઈએ અને શક્તિઓની આસપાસ પોતાની ઓળખ બનાવવી જોઈએ.

જાતને પ્રશ્ન પૂછો:
CJI સુર્યકાંતે કહ્યું કે જ્યારે દરેકની ભૂમિકા સ્પષ્ટ હોય અને દરેક વ્યક્તિ પોતાની શક્તિ ઓળખાતો હોય ત્યારે જ એક સફળ ટીમ બને છે. જે કોઈ તમામ બધા પ્રકારની વકીલાત કરવાનો પ્રયાસ કરે છે, તેને ભાગ્યે જ સફળતા મળે છે. 

સ્નાતકોએ શરૂઆતમાં પોતાએ નક્કી કરવું જોઈ કે તમે આ વ્યવસાયમાં ક્યાં ફિટ થઇ શકો છો. આ સવાલ એવો નથી કે કારકિર્દીના પહેલા કે ત્રીજા વર્ષમાં તેનો જવાબ મળી જાય, આ પ્રશ્ન તમારી જાતને વહેલી તકે અને વારંવાર પૂછવો  જોઈએ.