Tue Oct 06 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 25 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-25 07:48:59
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 25 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-25 20:16:55

સાયોની ઘોષ સહિત TMC ના 20 બાગી સાંસદોને રાહત, લોકસભા સ્પીકરે 15 દિવસનો સમય આપ્યો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' માં જોડાયેલા  સાયોની ઘોષ સહિતના 20 સાંસદોને રાહત મળી છે. આ સાંસદોને ગેરલાયક ઠેરવવાની અરજીનો જવાબ રજૂ કરવા લોકસભાના સ્પીકરે 15 દિવસનો વધુ સમય આપ્યો છે.

2026-09-25 19:26:05

એર ઈન્ડિયાની સ્વિટ્ઝર્લૅન્ડ- દિલ્હી ફ્લાઇટના કો-પાયલોટનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ, સસ્પેન્ડ કરાયો

એર ઈન્ડિયાની સ્વિટ્ઝર્લૅન્ડ થી દિલ્હી આવતી ફ્લાઇટના કો-પાયલોટનો ઝ્યુરિચ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કો-પાયલોટે આલ્કોહોલનું સેવન કર્યું હોવાથી એરપોર્ટ સત્તાવાળાઓ તેને ફ્લાઇટ ઓપરેટ કરતાં અટકાવ્યો હતો.

2026-09-25 17:45:01

દેશના સીઇસી  જ્ઞાનેશ કુમારને પદ્મ ભૂષણ આપવાના ભાજપ નેતાના નિવેદનથી  વિવાદ વધુ ઘેરાયો

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર લાગેલા આક્ષેપો બાદ વિપક્ષ એક તરફ તેમના રાજીનામાંની માંગ કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપના નેતાએ તેમણે  'પદ્મ ભૂષણ' આપવું જોઇએ તેવું નિવેદન કર્યું છે.જેના પગલે સમગ્ર વિવાદ વધુ ઘેરાયો છે.

2026-09-25 17:19:27

નેપાળમાં ફરી ભારે વરસાદનું એલર્ટ, ફરી પૂરની આશંકાએ મુશ્કેલી વધારી

નેપાળમાં ફરી એક વાર ભારે વરસાદના એલર્ટ અને પુરની સ્થિતી સર્જાવાની શક્યતા છે. આ એલર્ટના પગલે 26 ઓગસ્ટના ભોટે કોશી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની પુન: વસનની કામગીરીમાં અડચણ ઉભી થઇ છે. હવામાન વિભાગે  શુક્રવારથી રવિવાર દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગાંડકી અને લુમ્બિનીના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

2026-09-25 15:59:31

દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાંની માંગ સાથે કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

દેશમાં ચૂંટણી પંચ પર થયેલા આક્ષેપો બાદ હવે કોંગ્રેસ રોડ પર ઉતરી છે. જેમાં કોંગ્રેસ દ્વારા   મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

2026-09-25 15:29:44

ઉત્તરાખંડના કેદારનાથમાં ચાર ધામ યાત્રા દરમિયાન  50.30 મેટ્રિક ટન કચરો એકત્ર  થયો

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. જોકે, આ દરમિયાન શ્રદ્ધાળુઓ અનેક સ્થળોએ કચરો મૂકી જતાં હોય છે. આ અંગે મળતી માહિતી મુજબ ચાર ધામ યાત્રાના પાંચ માસ દરમિયાન કેદારનાથ ધામમાં સૌથી વધુ કચરો એકત્ર થયો છે. આરટીઆઈમાં પ્રકાશમાં આવેલી માહિતી મુજબ એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે 50.30 મેટ્રિક ટન કચરો એકત્ર થયો હતો.

2026-09-25 09:56:42

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.  મૂળ આંધ્રપ્રદેશના વિદ્યાર્થીએ કોલેજની મેઈન બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.

2026-09-25 09:37:07

એશિયન ગેમ્સઃ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સ 2026 માં શૂટિંગમાં ભારતના પહેલા ગોલ્ડ મેડલની રાહનો આખરે અંત આવ્યો છે. ભારતે આ એશિયાડમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ અને શૂટિંગમાં ઓવરઓલ નવમો મેડલ જીતી લીધો છે. કમલજીત અને સુરુચિ ઇન્દર સિંહની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

2026-09-25 08:36:04

ગુજરાતમાં છેલ્લા 26 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ નહીં

રાજ્યમાંથી વરસાદી ગતિવિધિમાં ઘટાડો થઈ રહ્યો છે અને ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં છેલ્લા 26 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ નથી પડ્યો.

2026-09-25 07:52:08

દેશભરમાં આજે વંદે માતરમ ગવાશે

વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી નિમિત્તે વિદ્યા ભારતી દ્વારા નમામી ભારતમ્ અભિયાન અંતર્ગત દેશભરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે સવારે 11 વાગ્યે 25000થી વધુ સ્થળો પર એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકો દ્વારા એકસાથે રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરશે.