દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અભિષેક-કિશન જીતવા માટે ઉતાવળા થયા, 53 બૉલમાં 121 રનની ભાગીદારી કરી
દિલ્હીમાં અફઘાનિસ્તાને જીતવા 157 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ ભારતે સંજુ સૅમસન (10 રન)ની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ અભિષેક શર્મા (82, રન, 32 બૉલ, સાત સિક્સર, સાત ફોર) અને ઇશાન કિશન (35 નૉટઆઉટ, 26 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે માત્ર 53 બૉલમાં બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી થઈ હતી. જોકે અભિષેક 82 રનના પોતાના સ્કોર પર શાનદાર ઇનિંગ્સ રમીને આઉટ થઈ ગયો હતો. 11મી ઓવરને અંતે સ્કોર 2/139 હતો અને ભારતે જીતવા 54 બૉલમાં 18 રન બનાવવાના બાકી હતા.

શેફાલી-સ્મૃતિની 129ની ભાગીદારી પછી ધબડકો, પણ છેલ્લે 5/183નો પડકારરૂપ સ્કોર
દુબઈમાં શ્રીલંકા સામેની ટી-20 એશિયા કપ ફાઇનલમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવીને ચમારી અથાપથ્થુની ટીમને 184 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. શેફાલી વર્મા (68 રન, 39 બૉલ, બે છગ્ગા, નવ ચોગ્ગા) અને સ્મૃતિ મંધાના (59 રન, 39 બૉલ, ત્રણ છગ્ગા, પાંચ ચોગ્ગા) વચ્ચે 129 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. સ્મૃતિ આ ટૂર્નામેન્ટમાં ત્રીજી વખત રનઆઉટ થઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત (14 રન) અને રિચા ઘોષ (17 રન) વચ્ચે 28 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ સમયાંતરે વિકેટ પડતી ગઈ. છેવટે જી. કમલિનીએ પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોરની મદદથી અણનમ 15 રન બનાવીને ભારતને 183 રનનું સન્માનજનક ટોટલ અપાવ્યું હતું.

બ્રિક્સ સમિટના ડિનરના મેનૂ લઇને વિવાદ, રાહુલ ગાંધીએ કહ્યું 80 ટકા ભારતીય નોન- વેજેટેરિયન
બ્રિક્સ સમિટમાં ડિનરના મેનૂ લઇને રાજકીય વિવાદ છેડાયો છે. જેમાં બ્રિક્સ સમિટમાં આવેલા વિદેશી નેતાઓ અને પ્રતિનિધીઓને ડિનરમાં શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદે સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે 80 ટકા ભારતીયો નોન-વેજ ખાય છે.
ભારતને અફઘાનિસ્તાને 157 રનનો લક્ષ્યાંક આપ્યો
દિલ્હીમાં ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં અફઘાનિસ્તાને ભારતને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. અફઘાનિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટે 156 રન બનાવ્યા હતા જેમાં સૌથી સારું યોગદાન અઝમતુલ્લા ઓમરઝાઈ (64 અણનમ, 44 બૉલ, ચાર છગ્ગા, ચાર ચોગ્ગા)નું હતું. તેની અને મોહમ્મદ નબી (33 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. ભારત વતી અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે અફઘાનિસ્તાનને પહેલો ઘા બુમરાહે સિરીઝના બીજા જ બૉલમાં માર્યો હતો. અક્ષર તથા વરુણ ચક્રવર્તીને પણ એક-એક વિકેટ મળી હતી. જોકે નીતીશ રેડ્ડી, શિવમ દુબે અને અભિષેક શર્મા વિકેટ નહોતા લઈ શક્યા.

શેફાલીની આતશબાજી સાથે સ્મૃતિની પણ હાફ સેન્ચુરી
દુબઈમાં શ્રીલંકા સામેની ટી-20 એશિયા કપ ફાઇનલમાં ભારતે પ્રથમ બૅટિંગ લઈને તાકાત બતાવી દીધી છે અને બન્ને ઓપનરે ફટકાબાજી કરીને માત્ર 10.2 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના ભારતનો સ્કોર 100 રન પર પહોંચાડ્યો હતો. જોકે ટીમના 129મા રને શેફાલી વર્મા (68 રન, 39 બૉલ, બે છગ્ગા, નવ ચોગ્ગા)એ આતશબાજી બાદ વિકેટ ગુમાવી હતી. એ વખતે બીજી ઓપનર સ્મૃતિ મંધાના (58 નૉટઆઉટ, 38 બૉલ, ત્રણ છગ્ગા, પાંચ ચોગ્ગા) રમી રહી હતી. 13.1 ઓવરમાં ભારતનો સ્કોર 1/131 હતો અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ તોતિંગ ટોટલ તરફ આગળ વધી રહી હતી.

પાંચ ઝટકા પછી અફઘાનિસ્તાનની ફટકાબાજી, 16.2 ઓવરમાં સ્કોર 6/126
દિલ્હીમાં ભારત સામે પ્રથમ ટી-20માં બૅટિંગ મળ્યા બાદ અફઘાનિસ્તાને સાત ઓવરની અંદર માત્ર 43 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી ત્યાર પછી ઓમરઝાઈ (48 નૉટ આઉટ) અને મોહમ્મદ નબી (33 રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી થઈ હતી. 16મી ઓવરને અંતે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર 5/120 હતો. જોકે 17મી ઓવર જે અર્શદીપે કરી હતી એમાં 126મા રને નબીની છઠ્ઠી વિકેટ પડી હતી. અર્શદીપે બે વિકેટ તેમ જ બુમરાહ, અક્ષર અને વરુણે એક-એક વિકેટ લીધી હતી. એક ખેલાડી રનઆઉટ થયો હતો.

ઇન્ડોનેશિયામાં 240 લોકો લઇ જતું જહાજ દરિયામાં ડૂબ્યું, 130 યાત્રી લાપતા,6 લોકોના મોત
ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ નજીક જાવા સમુદ્રમાં એક જહાજ ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 240 થી વધારે લોકો સવાર હતા. આ જહાજનો સંપર્ક તૂટયા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.
બુમરાહ આવ્યો એવો ત્રાટક્યો, બીજા જ બૉલમાં લીધી વિકેટ
જસપ્રીત બુમરાહ લગભગ બે મહિને પાછો રમવા આવ્યો છે અને આવતાંવેંત તેણે વિકેટ લીધી છે. દિલ્હીમાં તેણે શ્રેણીની પ્રથમ ટી-20માં અફઘાનિસ્તાનના ભરોસાપાત્ર ઓપનર અને વિકેટકીપર રહમનુલ્લા ગુરબાઝને સિરીઝના બીજા જ બૉલમાં પ્રથમ સ્લિપમાં અભિષેક શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ વિકેટ વખતે અફઘાનિસ્તાનનો સ્કોર પાંચ રન હતો. બુમરાહના પ્રથમ બૉલમાં અફઘાનિસ્તાનને વાઇડમાં પાંચ રન મળ્યા હતા. બીજો બૉલ ડૉટ બૉલ હતો. જોકે તેનો ત્રીજો બૉલ બૅક ઑફ ધ લેન્ગ્થ હતો અને થોડો બાઉન્સ થયો હતો જેમાં ગુરબાઝના બૅટની કટ લાગ્યા બાદ બૉલ સ્લિપની દિશામાં ગયો હતો અને અભિષેકે કોઈ ભૂલ નહોતી કરી. ત્યાર બાદ ઇબ્રાહિમ ઝડ્રાન અને સેદિકુલ્લા અટલે થોડી ફટકાબાજી કરી હતી. જોકે ચોથી ઓવર જે અક્ષર પટેલે કરી હતી જેમાં ઝડ્રાન અંતિમ બૉલ પર કિશન અને અક્ષરના હાથે રનઆઉટ થયો હતો. તેણે 11 રન બનાવ્યા હતા અને આ વિકેટ વખતે સ્કોર 2/38 હતો.

મહિલાઓના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે બૅટિંગ પસંદ કરી
દુબઈમાં શ્રીલંકા સામે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું હતું. પ્રતીકા રાવલને બદલે જી. કમમિલીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન અપાયું છે. ચમારી અથાપથ્થુ શ્રીલંકાની કૅપ્ટન છે. ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, જી. કમલિની, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, ક્રાંતિ ગૌડ, શ્રી ચરની અને નંદની શર્મા.

ઈરાન સમર્થિત હુતીઓનો સાઉદી અરેબિયા પર મિસાઈલ એટેક
યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ પડોશી દેશ સાઉદી અરેબિયા પર નવા મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યાનો દાવો કરતા મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના ભયાનક એંધાણ વર્તાઈ રહ્યા છે. હુતીઓના લશ્કરી પ્રવક્તાએ કહ્યું કે સાઉદી અરેબિયાના નજરાન ક્ષેત્રના શરુરાહ પ્રાંતમાં લશ્કરી છાવણીને નિશાન બનાવવામાં આવી છે.
શ્રેયસે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી, વૈભવ ઇલેવનમાં નથી
દિલ્હીમાં ભારતે અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. શ્રેયસ ઐયરે ટૉસ જીત્યા પછી કહ્યું, `અમે ઝિમ્બાબ્વેમાં (3-0ની જીત સાથે) જે જોશ મેળવ્યો હતો એ અહીં અફઘાનિસ્તાન સામે જાળવી રાખીશું. બુમરાહ અમારો મૅચ-વિનર છે. વૈભવ (સૂર્યવંશી) ટીમમાં નથી અને વૉશિંગ્ટન (સુંદર) પણ નથી.' ભારતીય ટીમઃ શ્રેયસ (કૅપ્ટન), સૅમસન (વિકેટકીપર), અભિષેક, કિશન, તિલક, નીતીશ રેડ્ડી, શિવમ દુબે, અક્ષર, અર્શદીપ, બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

ગોવામાં આપ અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી, ચૂંટણી સાથે લડશે
ગોવામાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. ગોવામાં એક નવો રાજકીય મોરચો ઉભો થયો છે. જેમાં આમ આદમી પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટીએ ગોવા ફર્સ્ટ નામના ગઠબંધનની જાહેરાત કરી છે. આ બંને આગામી વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે.
પંજાબના લુધિયાણા બે ગેંગસ્ટર પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા
પંજાબ એક તરફ ગેંગસ્ટર બેફામ ગોળીબાર કરી રહ્યા છે, ત્યારે લુધિયાણામાં આત્મા પાર્ક બહાર પોલીસ એન્કાઉન્ટરમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા.આ બંને ગેંગસ્ટર રક્તદાન શિબિરમાં હુમલો કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમનો પીછો કરીને ફાયરિંગ કર્યું હતું. જેમાં સામસામી અથડામણમાં બે ગેંગસ્ટર ઠાર થયા હતા.
દેશના ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ કરાશે યુસીસી, 17 સપ્ટેમ્બરથી એક માસ સેવા સંકલ્પ અભિયાન
કેન્દ્ર સરકાર ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી( સમાન નાગરિક સંહિતા) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંકેત આપ્યા છે. આ ઉપરાંત પીએમ મોદીના જન્મ દિવસ17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી સેવા સંકલ્પ અભિયાનની પણ જાહેરાત કરી છે.
બલુચિસ્તાનમાં આતંકી હુમલોઃ 23 જવાન માર્યા જવાની શંકા
બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો થવાના સમાચાર મળ્યા છે. રિપોર્ટ અનુસાર એન-25 ધોરીમાર્ગ પર આ હુમલો થયો છે, જે કરાચી અને ક્વેટાને જોડે છે. આ હુમલા પછી નેશનલ હાઈવેને બંધ કર્યો છે, જેમાં 23 જવાન માર્યા ગયા હોવાની શંકા છે.
બ્રિક્સ સમાપનઃ મોદીએ સભ્ય દેશના માન્યો આભાર
બે દિવસની બ્રિક્સ સમિટના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે આપણે સમાપન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે તેમણે સૌ સભ્ય દેશનો આભાર વ્યક્ત કર્યો હતો. સભ્ય દેશોની સક્રિય ભાગીદારીને બિરદાવી હતી. ચીનના રાષ્ટ્રપતિ પછી રશિયાના રાષ્ટ્રપતિ પણ મોસ્કો જવા રવાના થયા હતા.
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકાર એક્શનમાં, 232 ગેરકાયદે મદરેસાઓ બંધ કરવાનો આદેશ
પશ્ચિમ બંગાળમાં સીએમ સુવેન્દુ અધિકારી દ્વારા રાજ્યમાં કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યના 232 ગેરકાયદે મદરેસાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ 100 મદરેશાને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
ભારત અને ચીન વચ્ચે સબંધોમાં સુધાર, બંનેએ એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું
ભારતમાં આયોજીત બ્રિક્સ સમિટમાં સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં ચીન અને ભારતે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ એકબીજાની નીતિઓનું સમર્થન કર્યું છે. જે બે દેશો વચ્ચે સુધરતા રાજદ્વારી સબંધોના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં મેઘરાજાનું ફરી ધમાકેદાર આગમન, ઓરેન્જ એલર્ટ
મુંબઈ સહિત ઉપનગરમાં ફરી એક વખત મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. કલ્યાણ-ડોંબિવલી, થાણે, વસઈ-વિરારમાં મોડી રાતથી લઈ દિવસભર પડી રહેલા વરસાદને કારણે ગરમીમાંથી મળી મુક્તિ. આઈએમડી દ્વારા મુંબઈ માટે ઓરેન્જ અને નજીકના જિલ્લાઓમાં યલો એલર્ટ, જ્યારે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવાની ચેવતણી
દિલ્હી જતી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
ભોપાલથી દિલ્હી જનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ટેક્નિકલ ખામી સૂચના પછી જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટ ઓન એર હતી ત્યારે ટેક્નિકલ ખામીના જાણકારી મળ્યા પછી પ્રવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો, પણ સમસ્યાની જાણ પછી વિમાનનો રુટ અચાનક બદલવો પડ્યો હતો.
મણિપુરમાં ઉગ્રવાદી હુમલો, મહિલાનું મોત, પતિ અને નવજાત પુત્ર ઈજાગ્રસ્ત
મણિપુરના તામેંગલોંગ જિલ્લામાં રવિવારે વહેલી સવારે ટોલેન કુકી ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના પતિ અને નવજાત પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમ્ફાલને જીરીબામ સાથે જોડતા NH-37 નજીક સવારે લગભગ 4 વાગ્યે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન લિંગંગાઈ નામની મહિલાનું તેના નિવાસસ્થાને જ મોત થયું હતું.