Mon Oct 05 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 11 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-11 08:27:50
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 11 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-11 19:38:58

પીએમ મોદીએ કહ્યું વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત આપી રહ્યું છે  વિકાસ- સ્થિરતાનો ભરોસો

પીએમ મોદીએ દિલ્હીમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના નેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસ અને સ્થિરતાનો ભરોસો આપી રહ્યો છે.

2026-09-11 18:27:55

વિજય માલ્યાની મુશ્કેલી વધી, ઇડીએ કહ્યું ફોજદારી કાર્યવાહી ચાલુ રહેશે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ઇડીએ વિજય માલ્યા પાસેથી સંપૂર્ણ રકમ વસૂલી લીધી છે. જોકે, તેમ છતાં ઇડીએ કહ્યું છે તેમની વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી ચાલુ રહેશે.

2026-09-11 17:02:07

નેપાળ યુએનમાં ઉઠાવશે કલાઈમેટ જસ્ટિસનો મુદ્દો, કેબીનેટે આપી મંજૂરી

નેપાળના આવેલા વિનાશક પૂર બાદ નેપાળ આંતરરાષ્ટ્રીય મંચ પર કલાઈમેટ જસ્ટિસની માંગ કરશે. આ અંગે નેપાળ કેબિનેટે આ મહિનાના અંતમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં વડાપ્રધાન બાલેન્દ્ર શાહને જવા માટે મંજૂરી આપી છે.

2026-09-11 16:35:03

મોદી-પુતિનની મહામુલાકાતઃ જમ્બો ટ્રેડ ડીલની અપેક્ષા

બ્રિક્સ સમિટ પૂ્ર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે મુલાકાતમાં સૌથી મોટી આર્થિક સમજૂતી થવાની અપેક્ષા છે. બંને નેતાઓની વચ્ચે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 100 અબજ ડોલરે લઈ જવાનો ટાર્ગેટ નક્કી કરી શકાય.

2026-09-11 16:19:20

IRCTCએ એક દિવસમાં કર્યું ઐતિહાસિક ટિકિટ બુકિંગ

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)માં રેકોર્ડ બ્રેક ટિકિટનું બુકિંગ થયું. સાતમી સપ્ટેમ્બરના એક જ દિવસમાં 20 લાખથી વધુ ટ્રેનની ટિકિટ બુકિંગ કર્યું હોવાનું જણાવ્યું.

2026-09-11 16:13:08

વિનેશ ફોગાટને મોટો આંચકો, વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં ભાગ નહીં લઈ શકે

દિલ્હી હાઈકોર્ટે રેસલર  વિનેશ ફોગાટને મોટો આંચકો આપ્યો છે. જેમાં વિનેશ ફોગાટને વર્ષ 2026ની સિનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની પસંદગી ટ્રાયલ્સમાં હિસ્સો લેવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

2026-09-11 15:19:23

બ્રિક્સ સંમેલનોથી ભારતને ફાયદા- ગેરફાયદા અંગે કોંગ્રેસ નેતા આમને સામને

ભારતમાં બ્રિક્સ સંમેલન 2026નું આયોજન થયું છે. તેવા સમયે બ્રિક્સ સંમેલનની ફળશ્રુતિને લઇને કોંગ્રેસના નેતા વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં કોંગ્રેસ નેતા પી.  ચિદમ્બરમે પૂછ્યું છે કે  અત્યાર સુધીના બ્રિક્સ સંમેલનોમાંથી ભારતને શું ફાયદો થયો છે. જ્યારે બીજી તરફ પક્ષના સાંસદ શશિ થરૂરે બ્રિક્સના મહત્વ પર પ્રકાશ પાડ્યો  અને તેનાથી ભારતને થતા કેટલાક લાભો ગણાવ્યા હતા.

2026-09-11 15:10:02

બ્રિક્સ સમિટમાં થશે સકારાત્મક ચર્ચાઃ મોદીએ કર્યું મહત્ત્વનું ટ્વિટ

બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા છે ત્યારે સંમેલન પૂર્વે પીએમ મોદી અને પુતિનની વચ્ચે મહત્ત્વની બેઠક યોજવામાં આવશે, ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે પૂરો વિશ્વાસ છે સમિટમાં સકારાત્મક ચર્ચા થશે.

2026-09-11 10:38:27

રાજ્યમાં આજથી ફરી વરસાદી વાતાવરણ છવાશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

2026-09-11 08:38:53

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ, ગૃહમાં ત્રણ મહત્વના વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ છે. ગૃહમાં ત્રણ મહત્વના વિધેયક રજૂ થશે. દુષ્કાળના મુદ્દે ઘમાસાણના એંધાણ છે. સવારે 10 વાગ્યે પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કાર્યવાહી શરૂ થશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ભાડા વિધેયક અને ખેતીની જમીનના ટુકડા અટકાવવા અંગેના બિલ પર  મંથન થશે. તેમજ વિવિધ બોર્ડ-નિગમોના વાર્ષિક અહેવાલો સહિત અંતિમ દિવસનો વિશેષ પ્રસ્તાવ પટલ પર મુકાશે.

2026-09-11 08:28:34

સૌરાષ્ટ્રમાં વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થઈ ગયા હતા. અમરેલીના લીલીયામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો હતો.