Fri Jul 24 2026

Logo

અમદાવાદ જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, જુઓ લિસ્ટ

2026-04-10 09:06:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરી છે. ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા, વાવ-થરાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આજે સવારે મદાવાદ જિલ્લાના વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો તો બીજી બાજુ વિરમગામ, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, ધોળકા, દસક્રોઈ, દેત્રોજ અને સાણંદ તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી.

વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.

ભાજપના જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં 3 લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સાણંદની વિરોચનનગર બેઠક પર સમસુદ્દીન પઠાણ, ધંધૂકાની બાજરડામાં તૌફીક ઉમડીયા, વિરમગામ તા.પ.માં કયામુદ્દીન સિદાની ઉમેદવાર છે. તો 3 નગરપાલિકામાં 9 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે, જેમાં વિરમગામમાં 2, ધોળકામાં 6 અને બારેજમાં 1 લઘુમતીને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ 1 એપ્રિલે જાહેર થયો હતો. 6 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયો હતો. 11 એપ્રિલ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 13 એપ્રિલ ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ છે, જ્યારે 15 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 26 એપ્રિલના રોજ મતદાન થશે. જો જરૂર પડશે તો 27 એપ્રિલે પુનઃમતદાન થશે અને 28 એપ્રિલે મત ગણતરી થશે.