Sat Apr 25 2026

Logo

દાઉદ ગેંગને મોટો ફટકો, કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીયેથી ધરપકડ

Istanbul   2026-04-25 17:41:11
Author: Chandrakant Kanoja
Article Image

ઇસ્તંબુલ: ભારતના કુખ્યાત ડ્રગ માફિયા સલીમ ડોલાની તુર્કીયેથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ દાઉદ ગેંગને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સલીમ ડોલાનું ગ્લોબલ સિન્થેટિક ડ્રગ નેટવર્ક સાથે જોડાણ હતું. આ નેટવર્ક અનેક દેશોમાં ફેલાયેલું છે. આ ધરપકડની ભારતીય એજન્સીઓ પુષ્ટિ કરી છે.

આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક ચલાવતો હતો 

આ અંગે મળતી માહિતી મુજબ ઇસ્તંબુલમાં એક મોટા ઓપરેશનમાં તુર્કીયેની સુરક્ષા એજન્સીઓએ ભારતીય ડ્રગ માફિયા  સલીમ ડોલાની ધરપકડ કરી છે. સલીમ ડોલા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્ક ચલાવતો હતો. 

ડ્રગ નેટવર્કના તાર દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલા

સલીમ ડોલાના ગ્લોબલ સિન્થેટિક ડ્રગ નેટવર્ક સાથે જોડાણ હતું, જેનું નેટવર્ક ઘણા દેશોમાં ફેલાયેલું હતું. આ ડ્રગ રેકેટના તાર ભારતના મોસ્ટ-વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

ડ્રગ સિન્ડિકેટનું સંચાલન મુંબઈથી અને પછી દુબઈથી કરતો 

સલીમ ડોલા દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી માનવામાં આવે છે. તેમજ તેના સમગ્ર ડ્રગ સિન્ડિકેટનું સંચાલન પહેલા મુંબઈથી અને પછી દુબઈથી કરી રહ્યો છે. આ પહેલા ઓક્ટોબર 2025 માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સલીમ ડોલાના મુખ્ય સહયોગી મોહમ્મદ સલીમ સોહેલ શેખને દુબઈથી ભારત પ્રત્યાર્પણ કરવામાં સફળતા મેળવી હતી.

રૂપિયા 1 લાખનું ઈનામ જાહેર 

આ ઉપરાંત  નવેમ્બર 2025 માં  મુંબઈ પોલીસે સલીમ ડોલાના પરિવારના ચાર સભ્યો, પુત્ર, તાહિર ડોલા સહિતને દુબઈથી ભારત લાવ્યા પછી ધરપકડ કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એ સલીમ ડોલાને પકડવા માટે માહિતી આપનાર માટે  રૂપિયા 1 લાખનું ઈનામ જાહેર કર્યું છે. 

મૂળ મુંબઈના ડોંગરીનો રહેવાસી 

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર  સલીમ ડોલાની ધરપકડથી ઘણા મોટા ખુલાસા થવાની ધારણા છે જે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકે છે. મુંબઈ પોલીસે સલીમ ડોલા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ  પણ જાહેર કરી છે. મૂળ મુંબઈના ડોંગરીનો રહેવાસી  છે.  જ્યાં તે ઘણા સમય સુધી સક્રિય રહ્યો હતો.સલીમ ડોલા દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી છે.