- ગિરિરાજ
(તસવીર: મનન ભાણ)
કચ્છની વાત નીકળે એટલે અફાટ રણ, સફેદ ચાંદની, ખારાપાટની ભીંસ અને મોજીલા માલધારીઓનું ચિત્ર નજર સમક્ષ ઊભું થાય, પરંતુ આ શુષ્કતા અને વિષમતા વચ્ચે પણ કુદરતે આ ભૂમિને એક અદ્ભુત નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ) બક્ષ્યું છે, જેનું નામ છે બન્ની. એશિયાના સૌથી મોટા અને ટ્રોપિકલ (ઉષ્ણકટિબંધીય) ઘાસના મેદાન તરીકે ઓળખાતી આ ધરા માત્ર પશુપાલકો માટે ઘાસચારાનો સ્રોત નથી, પણ આજે સમગ્ર વિશ્વ જ્યારે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની ભીંસમાં પીસાઈ રહ્યું છે ત્યારે પૃથ્વીના રક્ષક તરીકે પણ બહાર આવી છે.
સિમરિન સિરુરનો એક અભ્યાસ વાંચવામાં આવ્યો, ગુજરાતના બન્નીનાં ઘાસનાં મેદાનો પોતાની છાતીમાં આશરે 27 મિલ્યન ટન (27.69 મિલ્યન ટન) કાર્બન શોષીને સંગ્રહી બેઠા છે. જેને ધરાનો શ્વાસ કહ્યો છે, તે વૈજ્ઞાનિક દૃષ્ટિએ સોઇલ ઑર્ગેનિક કાર્બન (SOC - જમીનમાં રહેલું જૈવિક કાર્બન) છે.
અદ્ભુત વાત એ છે કે, સામાન્ય રીતે ક્લાઇમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈમાં આપણે ઘાસનાં મેદાનોને ક્યારેય મુખ્ય ખેલાડી ગણ્યાં જ નથી. આપણી નજર હંમેશાં લીલાંછમ ઘેઘૂર જંગલો અને મોટાં વૃક્ષો પર જ ઠરે છે. પરંતુ આ અભ્યાસે આપણી જૂની માનસિકતા અને પર્યાવરણીય દૃષ્ટિકોણ પર એક નવો પ્રકાશ પાડ્યો છે.
આશરે 2300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ ઘાસનું મેદાન ભારતની સૌથી વિશિષ્ટ ક્ષારયુક્ત અને મોસમી જળપ્લાવિત (વેટલેન્ડ) ઇકોસિસ્ટમ પૈકીનું એક છે. અન્ય શુષ્ક, અર્ધ-શુષ્ક કે મોસમી પૂર ધરાવતા વિસ્તારો કરતાં બન્નીની તાસીર સાવ જુદી છે. બન્નીનું નિર્માણ કુદરતી રીતે જ ક્ષારયુક્ત જમીનમાંથી થયું છે.
વાઇલ્ડલાઇફ ક્ધઝર્વેશન ટ્રસ્ટના ઇકોલૉજિસ્ટ અનુસાર, આ જમીન રચના પ્રમાણમાં નવી છે અને સદીઓથી નદીઓ દ્વારા વહીને આવેલી કાંપ અને રેતીના બારીક કણોથી કસાયેલી છે.
જમીનનું બંધારણ એટલું બધું ઝીણું, સઘન અને અકબંધ છે કે તે વર્ષોથી કોઈ મોટા વિક્ષેપ વગર જળવાઈ રહ્યું છે. આ જ ગીચ અને કાંપયુક્ત બંધારણ જમીનને કાર્બનની મોટા પ્રમાણમાં જાળવણી કરવાની અદ્ભુત ક્ષમતા પૂરી પાડે છે. પઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ 2023’ના આંકડા સાથે સરખામણી કરીએ તો સમગ્ર ગુજરાતમાં જમીનમાં રહેલો ઑર્ગેનિક કાર્બન સ્ટૉક 67 મિલ્યન ટન નોંધાયો હતો, જેમાં એકલા બન્ની વિસ્તારનો ફાળો જ 27 મિલ્યન ટનથી વધુ છે! આ આંકડો બન્નીની પર્યાવરણીય ક્ષમતાનો જીવંત પુરાવો છે.
નૅશનલ સેન્ટર ફૉર બાયોલૉજિકલ સાયન્સિસના વાઇલ્ડલાઇફ બાયોલૉજી પ્રોગ્રામનાં ડિરેક્ટર જયશ્રી રત્નમના મતે, આપણી રાષ્ટ્રીય નીતિઓમાં હંમેશાં પવૃક્ષો વાવો’ અભિયાન પર જ ભાર મુકાયો છે.
દેશના કુલ કાર્બન સ્ટૉકમાં માટીનો હિસ્સો 55% જેટલો મજબૂત હોવા છતાં ખુલ્લા ઘાસનાં મેદાનોને ઐતિહાસિક રીતે પબિન-ઉત્પાદક’ કે નકામી જમીન ગણવાની ભૂલ થતી આવી છે.
આ માનસિકતાના કારણે ભૂતકાળમાં ખેતી, ઉદ્યોગો કે તાજેતરમાં પુન:પ્રાપ્ય ઊર્જાના પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવે તો આ મેદાનોની મહત્ત્વતા કેટલી ટકી રહેશે એ પ્રશ્ન છે, પરંતુ સંશોધન એક અત્યંત ચોંકાવનારો વિજ્ઞાન-સંમત તથ્ય સામે લાવે છે: જંગલો અને વૃક્ષો પોતાના બાયોમાસ (થડ, ડાળીઓ, પાંદડા)માં કાર્બનનો સંગ્રહ કરે છે જે વનસ્પતિના નાશ સાથે પુન: વાતાવરણમાં ભળી શકે છે. તેની સરખામણીએ ઘાસનાં મેદાનો જમીનની અંદર ખૂબ ઊંડાણપૂર્વક અને સુરક્ષિત રીતે કાર્બનને દાટી રાખે છે. વિશેષ કરીને દુષ્કાળગ્રસ્ત કે વિષમ વિસ્તારોમાં ઘાસનાં મેદાનો કાર્બન સંગ્રહનું કામ વૃક્ષો કરતાં પણ વધુ અસરકારક રીતે કરે છે.
જો આપણે આબોહવા પરિવર્તન સામે ખરેખર ટકી રહેવું હોય તો જમીનની માટીની જાળવણી કરવી પડશે. આંખ મીંચીને જંગલો ઊભાં કરવાને બદલે, પર્યાવરણીય રીતે જે તે વિસ્તારને અનુકૂળ હોય તેવા ઉપાયો કરવા પડશે.
બન્નીનું રક્ષણ કરવું એટલે કેવળ ક્ષારયુક્ત જમીન કે ઘાસને બચાવવું નથી, પરંતુ પૃથ્વીના વિરાટ વાતાવરણમાંથી 27 મિલ્યન ટન જેટલો ઝેરી કાર્બન શોષીને બેઠેલા એક કુદરતી પકાર્બન સિંક’ (ઈફબિજ્ઞક્ષ જશક્ષસ)ને બચાવવો છે.
કચ્છની આ ભાતીગળ ભોંય અને તેના પુનરુદ્ધાર પામેલા પવાડા’ વિસ્તારો આજે વિજ્ઞાન જગતને ચીંધી રહ્યા છે કે ‘પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં સાચવવી એ જ માનવજાતના અસ્તિત્વનો શ્રેષ્ઠ અને ટકાઉ માર્ગ છે.’