મકાય: યજમાન ઑસ્ટ્રેલિયાએ અહીં બાંગ્લાદેશને બીજી અને છેલ્લી ટેસ્ટમાં ફક્ત પોણાબે દિવસમાં હરાવીને નવા રેકોર્ડ રચ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં રમાયેલી આ બીજા નંબરની સૌથી ટૂંકી ટેસ્ટ હતી. આ ટેસ્ટ મેચ માત્ર આ ટેસ્ટ માત્ર 750 બૉલમાં પૂરી થઈ ગઈ હતી. 1932ની સાલમાં મેલબર્નમાં રમાયેલી ટેસ્ટ મૅચનો ફક્ત 656 બૉલમાં અંત આવી ગયો હતો. ઑસ્ટ્રેલિયા (Australia)ની ધરતી પરની એ સૌથી ટૂંકી ટેસ્ટ મૅચ રેકૉર્ડ-બુકમાં નોંધાયેલી છે.
રવિવારે પૂરી થયેલી ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશની ટેસ્ટ મૅચ 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસની એકંદરે ચોથા નંબરની સૌથી ટૂંકી ટેસ્ટ બની છે.
Middle stump smashed, 10 wickets for the match for Mitchell Starc ⭐️#MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/eBQ1ku0Tp8
— cricket.com.au (@cricketcomau) August 23, 2026
હજી તો શનિવારે ટેસ્ટ (Test) મૅચ શરૂ થઈ એ પ્રથમ દિવસે કુલ 18 વિકેટ પડી અને રવિવારે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 210 રન પર પૂરો થયો અને એણે 146 રનની સરસાઈ લીધી ત્યાર બાદ બાંગ્લાદેશનો બીજા દાવ ફક્ત 95 રનમાં સમેટાઈ ગયો હતો.
પહેલા દાવમાં 6 વિકેટ લેનાર ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે બીજા દાવમાં ચાર વિકેટ લીધી હતી. મૅચમાં તેણે કુલ 10 વિકેટ મેળવી અને મૅન ઑફ ધ મૅચ તેમ જ મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કાર જીતી લીધા હતા.
Just two more wickets for Australia to get as we reach tea time on Day 2.
— 7Cricket (@7Cricket) August 23, 2026
Also, two more wickets needed for Starc to have his most ever in a Test...#AUSvBAN pic.twitter.com/GGakK5qZc4
બાંગ્લાદેશને બીજા દાવમાં 95 રનમાં ઑલઆઉટ કરાવવામાં કેપ્ટન પૅટ કમિન્સ (ત્રણ વિકેટ) અને સ્પિનર નૅથન લાયન (ત્રણ વિકેટ)ના પણ યોગદાન હતા.
બાંગ્લાદેશે સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયાની ધરતી પર નવો ઇતિહાસ રચ્યો હતો. જોકે કાંગારૂઓએ બીજી અને છેલ્લી ટેસ્ટ જીતીને સિરીઝ 1-1થી લેવલ કરી લીધી.