Fri Jul 24 2026

Logo

ગેનીબેનના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું, જાણો વિગત

2026-04-28 12:34:00
Author: Mayur Patel
Article Image

બનાસકાંઠાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ભાભર નગરપાલિકા ભાજપને ફાળે ગઈ છે, જ્યારે થરાદ બેઠકમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. 

થરાદમાં BJPનો ડંકો

કુલ 28 બેઠકો ધરાવતી નગરપાલિકામાં અત્યાર સુધીની ગણતરીમાં 20 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાંથી ભાજપે  15 બેઠકો જીતીને બહુમતી તરફ મજબૂત પગલું ભર્યું છે. કોંગ્રેસ માટે આ પરિણામ મોટો ઝટકો સાબિત થયું છે, કારણ કે થરાદ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો.

આ ચૂંટણીનું ખાસ પાસું એ રહ્યું કે દલિત અને મુસ્લિમ સમાજની બહુમતી ધરાવતા વિસ્તારોમાં પણ ભાજપે જીત મેળવી છે. આ પરિણામે રાજ્યના રાજકીય સમીકરણોમાં પણ ચર્ચા જગાવી છે.

આ વિસ્તાર શંકર ચૌધરીના મત વિસ્તાર તરીકે પણ ઓળખાય છે. અહીં ભાજપની આ ભવ્ય જીતને તેમના પ્રભાવ સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ પરિણામ આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં નવા ટ્રેન્ડનું સંકેત આપી શકે છે.