Tue Apr 28 2026

Logo

સૌરાષ્ટ્રમાં કઈ તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીએ કર્યો કબજો ?

2026-04-28 12:30:00
Author: Devayat Khatana
Article Image

બગસરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ધીમે ધીમે રાજનીતિક દ્રશ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે. અમુક બેઠકો પરની જીતે ભાજપની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ઘણી બેઠકો કબજે કરી છે. અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં બગસરા તાલુકા પંચાયતની મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ શાનદાર વિજય મેળવીને પોતાનો કબજો જમાવ્યો છે.

મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં બગસરા તાલુકા પંચાયતની મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ શાનદાર વિજય મેળવીને પોતાનો કબજો જમાવ્યો છે. ચૂંટણી પરિણામો મુજબ, ડેરીપીપરિયા બેઠક પર આપના ઉમેદવાર ભાવેશભાઈ ગોધાણી (૭૦૪ મત), હળીયાદ જુનીમાં આપના ઉમેદવાર  મીનાબેન ડોડીયા (૯૧૭ મત), આપના ઉમેદવાર  હળીયાદ નવીમાં આપના ઉમેદવાર  દકુભાઈ ગાજીપરા (૭૫૩ મત), અને આપના ઉમેદવાર  હામાપુર-૧ બેઠક પર રંજનબેન સોલંકી (૭૯૧ મત) વિજેતા જાહેર થયા છે. આ ઉપરાંત લુંધીયા બેઠક પરથી આપના ઉમેદવાર  તૃપેશભાઈ ભેસાણીયા ૮૧૯ મતો સાથે ચૂંટાઈ આવ્યા છે.  

આમ આદમી પાર્ટીનો વિજય રથ આગળ વધતા મુંજીયાસર મોટા બેઠક પર આપના ઉમેદવાર  રમેશભાઈ સતાસીયાએ ૯૯૨ મત મેળવીને જીત હાંસલ કરી છે. એ જ રીતે સમઢીયાળા બેઠક પર આપના ઉમેદવાર  કોકીલાબેન નીરંજની (૧૨૫૫ મત), શાપર બેઠક પર આપના ઉમેદવાર  મુક્તાબેન સુવાગીયા (૯૭૫ મત) અને આપના ઉમેદવાર  સુડાવડ બેઠક પર આપના ઉમેદવાર  રમીલાબેન કોલડીયાએ ૯૪૪ મતો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, બાલાપુર, હડાળા અને હામાપુર-૨ જેવી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે, જ્યારે સમગ્ર બગસરા તાલુકામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું છે.