Fri Oct 09 2026

Logo

સાઉથ આફ્રિકા સામે પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાના છ વિકેટે 187...

Durban   2026-10-09 22:11:14
Author: Ajay Motiwala
સાઉથ આફ્રિકા સામે પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાના છ વિકેટે 187...

ડરબનઃ 2018ના સૅન્ડ-પેપર કાંડને લીધે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બદનામ થઈ ત્યાર બાદ આઠ વર્ષે સાઉથ આફ્રિકા (South Africa)માં રમવા આવેલી મેન્સ ઑસ્ટ્રેલિયન ટીમે ટેસ્ટ શ્રેણીના પ્રથમ દિવસે વરસાદ અને નબળા પ્રકાશ (bad light)ને કારણે ટૂંકી થયેલી રમતમાં 65.2 ઓવરમાં છ વિકેટે 187 રન બનાવ્યા હતા.

એક પણ બૅટ્સમૅન હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. જોકે મૅથ્યૂ રૅન્શો 46 રને રમી રહ્યો હતો. તેની સાથે કૅપ્ટન પૅટ કમિન્સ 33 રને દાવમાં હતો.

માર્કો યેનસેન, ઍન્રિક નોર્કિયા અને વિઆન મુલ્ડેરે બે-બે વિકેટ લીધી હતી. કેશવ મહારાજ અને સાઇમન હાર્મરને વિકેટ નહોતી મળી.

નિક મૅડિન્સન નામનો ઓપનર 10 વર્ષે ફરી ટેસ્ટ રમ્યો હતો. તેનું સિલેક્શન ચર્ચાસ્પદ થયું હતું. તે પોતાના 33મા બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.