Sat Oct 10 2026

Logo

ગુજરાતમાં BAMSની તમામ બેઠકો ભરાઈ, BHMSની 1316 બેઠક ખાલી...

2026-10-09 22:45:31
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં BAMSની તમામ બેઠકો ભરાઈ, BHMSની 1316 બેઠક ખાલી...

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BAMS)ના પ્રવેશ માટે બીજા ઓનલાઇન રાઉન્ડનું પરિણામ પ્રવેશ સમિતિએ જાહેર કર્યું છે. બીજા રાઉન્ડ બાદ આયુર્વેદની સ્ટેટ અને ઓલ ઇન્ડિયા ક્વોટાની તમામ બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે હોમિયોપેથીમાં કુલ 1316 બેઠક ખાલી રહી છે. આયુર્વેદની કુલ 2442 બેઠકો ભરાઈ ગઈ છે. જ્યારે હોમિયોપેથીની કુલ 4174 બેઠકોમાંથી 2858 બેઠક ફાળવાઈ છે અને 1316 બેઠક ખાલી રહી છે. 

સ્ટેટ ક્વોટાના આંકડા
સ્ટેટ ક્વોટાની કુલ 5744 બેઠકોમાંથી 4799 બેઠક ફાળવાઈ છે. તેમાં BAMSની તમામ 2133 બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે ની 3611માંથી 2666 બેઠક ફાળવાઈ અને 945 બેઠક ખાલી છે. સ્ટેટ ક્વોટામાં 2330 નવા પ્રવેશ, 728 પ્રવેશમાં ફેરફાર અને 1741 પ્રવેશ યથાવત રહ્યા છે. 15 ટકા SFI-ઓલ ઇન્ડિયા ક્વોટાની 872 બેઠકોમાંથી 501 ફાળવાઈ છે. તેમાં BAMSની તમામ 309 બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે ની 563માંથી 192 બેઠક ફાળવાઈ અને 371 બેઠક ખાલી છે. આ ક્વોટામાં 202 નવા પ્રવેશ, 55 પ્રવેશમાં ફેરફાર અને 244 પ્રવેશ યથાવત રહ્યા છે.

પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે
બીજા રાઉન્ડમાં ફાળવણી મેળવનારા વિદ્યાર્થીઓ 13 ઓક્ટોબર સુધી ઓનલાઇન ટ્યુશન ફી ભરી શકશે.  HDFC બેંકની શાખામાં પણ 9થી 13 ઓક્ટોબર સુધી ફી ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ 14 ઓક્ટોબર સુધી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરી અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. હેલ્પ સેન્ટર સોમવારથી શુક્રવાર સવારે 10થી સાંજે 4 અને શનિવારે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મેડિકલ-ડેન્ટલમાં મળેલો પ્રવેશ રદ કરાવવો હોય તેવા વિદ્યાર્થીઓએ 9 ઓક્ટોબરે પોતાના મૂળ હેલ્પ સેન્ટર પર બ જઈ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.