ઇંધણ બચાવવા માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું ટાળ્યું હતું
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'ઇંધણ બચાવવાના' નિવેદન અંતર્ગત પોતે સાઇકલ સવારી શરુ કરી હતી અને તેઓ પોતાના ઘરથી 5-7 કિલોમીટરના અંતરના વિવિધ કામકાજ પૂરા કરવા માટે સાઈકલનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
પીએમ મોદીના ઇંધણ બચાવવાના નિવેદનથી દેશનું નેતૃત્વ કરનારા પ્રતિનિધિઓમાં બહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય પ્રધાનનાં પત્ની અમૃતા ફડણવીસ દ્વારા સાઇકલ ચલાવી લોકોને ઇંધણ બચાવવાની પ્રેરણા આપી હતી. તેઓ નજીકના અંતરમાં દરેક કાર્યો માટે સાઇકલનો જ ઉપયોગ કરી રહ્યા છે. તેમણે સોશ્યિલ મીડિયાના X એકાઉન્ટ પર તેમનો સાઇકલ ચલાવતો વીડિયો પણ શેર કર્યો હતો.
અમૃતા ફડણવીસે કહ્યું હતું કે ઇંધણ બચાવવા અંગે પીએમ મોદીના નિવેદનથી પ્રેરિત થઈને મેં મારા ઘરના 5-7 કિલોમીટર વચ્ચેના દરેક કામકાજ કરવા માટે સાઇકલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે આ મારુ નાનું વ્યક્તિગત પગલું છે, પરંતુ હેલ્ધી લાઈફસ્ટાઈલની પણ પ્રેરણા મળશે.'
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો નહોતો
થોડા દિવસ અગાઉ ભારતથી કાન્સ જવા માટે દેશના ફિલ્મ જગતના દિગ્ગજો તેમ જ દેશનું નેતૃત્વ કરનારા પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં અમૃતા ફડણવીસને પણ મહારાષ્ટ્ર રાજ્યની સંસ્કૃતિ, વિરાસત અને કલાનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ વડા પ્રધાનના ઇંધણ બચાવ નિવેદનને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રવાસ કરવાનું ટાળ્યું હતું.
PM મોદીએ દેશને આપેલું નિવેદન
આરબ દેશોના સંઘર્ષ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવો. વિદેશ પ્રવાસ ઓછો કરવાની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ કરવા જેવા નિવેદનથી દેશના મોટા ભાગના રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પોતાની કારનો કાફલો ઘટાડ્યો છે, જેમાં આપણા દેશના વડાપ્રધાન પણ સામેલ છે.દેશના અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો મેટ્રો તેમ જ મધ્ય રેલ્વે પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે.