Thu Oct 01 2026

Logo

૮૪ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને અચાનક નિવૃત્તિ અંગે કરી સ્પષ્ટતા, જાણો હકીકત

2026-09-15 17:50:32
Author: Mumbai Samachar Team
૮૪ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચને અચાનક નિવૃત્તિ અંગે કરી સ્પષ્ટતા, જાણો હકીકત

Amitabh Bachchan/X


મુંબઈ: બોલીવુડના બિગ-બી 84 વર્ષની ઉંમરમાં પણ એક્ટિવ છે. તેમના ચાહકો તેમની એક એક વાત અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના રિટાયરમેન્ટની અફવાઓ વચ્ચે તેમણે સ્પષ્ટતા કરી કે રિટાયરમેન્ટ લેવાનો તેમનો હમણાં કોઈ પ્લાન નથી. જો કે મેગાસ્ટારના તાજેતરના વ્લોગની પોસ્ટ બાદ એવી અફવાઓ ઉડી હતી કે તેઓ પોતાના કામથી અંતર બનાવવા પર વિચાર કરી રહ્યા છે. 

બાદમાં તેના પર સ્પષ્ટતા કરી બિગ-બીએ ફરી એક વ્લોગ પોસ્ટ કરી પોતાની વાત પર સ્પષ્ટતા કરી હતી. બિગ-બીએ લખ્યું કે, 'ના હુજુર, હું કામમાંથી રિટાયર થઈ રહ્યો નથી, અંગ્રેજીમાં આનો અર્થ એવો છે કે હું હવે સુવા જઈ રહ્યો છું અને તમને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું નથી.' જો કે દિગ્ગ્જ અભિનેતાના છેલ્લા વ્લોગમાં લોકોએ એવું સમજી લીધું હતું કે તેઓ રિટાયરમેન્ટ લેવા પર વિચાર કરી શકે છે.

તે ખાસ પોસ્ટમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે કેવી રીતે અમુક વ્લોગ એન્ટ્રીને ઘણીવાર ખોટી સમજી લેવામાં આવે છે, જે રીતે તેમના શબ્દોનો અર્થ કાઢવામાં આવે છે અને રિપોર્ટ કરવામાં આવે છે તેના પર મજાક ઉડાવવામાં આવે છે. 

તેમણે પોસ્ટને 'અને હું રિટાયર થઈ ગયો' શબ્દો સાથે  પૂર્ણ કરી ત્યાર બાદ લોકો એવો અંદાજો લગાવવા લાગ્યા કે શું તેઓ કરિયરની વાત કરી રહ્યા હતા. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેમણે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે રિટાયરનો અર્થ તેઓ સુવા જઈ રહ્યા હતા તેવો હતો, તેમની કારકિર્દી માંથી રિટાયર થવા માટે નહોતો.

જાણકારી અનુસાર અમિતાભ બચ્ચન હાલમાં 'કૌન બનેગા કરોડપતિ સીઝન 18'ને હોસ્ટ કરી રહ્યા છે. આ શો સાથે તેઓ બે દસકાથી વધુ સમયથી જોડાયેલા છે. આ શો પહેલીવાર વર્ષ 2000 માં શરૂ થયો હતો. જેમાં અમિતાભ બચ્ચને પહેલીવાર હોસ્ટ કર્યું હતું. તેમણે  કવીઝ શોને ઇન્ડિયન ટેલિવિઝનનો સૌથી આઇકોનિક ફ્રેન્ચાઇઝીમાંથી એક બનાવી દીધો હતો. બિગ બી આજે નહીં તો કાલે તો નિવૃત્ત થશે, પરંતુ વારંવાર એક જ બાબતને લઈ ચાહકોને ચિંતા સતાવે છે.