Fri Jun 26 2026

Logo

અખિલેશ યાદવના પ્રહાર, કહ્યું ભાજપનો લંકા કાંડ અયોધ્યામાં જ થશે

2026-06-26 20:35:34
Author: Chandrakant Kanoja
Article Image

લખનઉ: અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં સતત ભાજપ પર પ્રહાર કરી કરેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રાજકીય પ્રહારો કર્યા છે. તેમણે  અયોધ્યા અને ઉત્તર પ્રદેશના ગ્રામપ્રધાનોને લગતા મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પર નિશાન સાધ્યું છે. 

ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા

અખિલેશ યાદવે એક્સ પર બે  પોસ્ટ કરીને ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે અયોધ્યા મુદ્દાને 'લંકાકાંડ'  ગણાવીને તેના પર કટાક્ષ કર્યો  હતો. તેમજ કહ્યું કે ભાજપનો લંકા કાંડ અયોધ્યામાં જ થશે. છેવટે  દાનભક્તોનો ચહેરો ઉજાગર થયો છે.  કારણ કે ભગવાનની  અલોકિક શક્તિએ ચમત્કાર દેખાડ્યો છે. 

ભાજપના અહંકારની ચમકતી લંકાના સામ્રાજયનો અંત થશે 

તેમણે વધુમાં જણાવ્યું છે કે, હવે ભાજપના અહંકારની ચમકતી લંકાના સામ્રાજયનો અંત થશે અને લંકાધિપતિનો પણ. 
ભાજપ માટે અમૃતકાળ બનીને આવ્યો છે. આ સરકાર કહે છે તેમના રાજના રાજીનામાં નથી હોતા. ત્યારે દાન ચોરીથી આહત જનતા કટાક્ષમાં કહી રહી છે કે, ભાજપના નેતાઓને કહી રહી છે કે અમારા ત્યા રાજીનામું નથી હોતું. અમે રાજીનામું નહિ ત્યાગપત્ર આપ્યું છે. 

ભાજપ,સંઘ અને ટ્રસ્ટ એકબીજાને ખુલ્લા પાડશે.

તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપના સભ્યો અને તેમના સહયોગીની કાળી કરતૂતો, દુષ્કૃત્યો અને કાવતરાનું પ્રથમ પ્રકરણ ખૂલ્યું છે. આ લડાઈમાં હવે  ભાજપ,સંઘ અને ટ્રસ્ટ એકબીજાને ખુલ્લા પાડશે.તેમજ આ લોકો દાન ચોરીની રકમને લઇને ભાગે તે પૂર્વે બોર્ડર સીલ કરી દેવી જોઇએ. આ તો શરૂઆત છે હજુ તો કેયર ફંડની સાથે બિન નોંધાયેલી સંસ્થાઓએ પણ હિસાબ આપવો પડશે.