Tue Aug 18 2026

Logo

અમદાવાદમાં બોયફ્રેન્ડે 19 વર્ષની યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો, પગમાં નામ કોતરાવ્યું ને.........

2026-08-18 11:11:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદમાં બોયફ્રેન્ડે 19 વર્ષની યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. જે બાદ બોયફ્રેન્ડ કાતરથી યુવતીના પગમાં નામ કોતરાવ્યું હતું. 

જાણો શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતી યુવતીને બોયફ્રેન્ડ પર આંધળો વિશ્વાસ મૂકવો ભારે પડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા યુવકે ગર્લફ્રેન્ડને કાતરથી પગમાં સાથળના ભાગે નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો હતો. એટલું જ નહીં, ગર્લફ્રેન્ડના ફોટોનો ઉપયોગ કરીને બિભત્સ લખાણ લખીને સ્ટોરી અપલોડ કરી વિકૃતિની તમામ હદ પાર કરી દીધી હતી. આખરે, કંટાળીને  યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 
મૂળ ગાંધીનગરની 19 વર્ષીય યુવતી ઘુમામાં રહે છે અને બોપલની એક કોલેજમાં ફોરેન્સિક વિષયમાં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા યુવતીના બોયફ્રેન્ડે  વીડિયો કોલ કર્યો હતો. બોયફ્રેન્ડ તેનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું નથી તેમ કહીને ગર્લફ્રેન્ડનું આઇડી-પાસવર્ડ મેળવી લીધા હતા. જોકે, યુવતીને ડેટા ટ્રાન્સફર સહિતની અન્ય કાર્યવાહી થતી હોવાનો ઈ-મેઈલ મળતા તેણે બોયફ્રેન્ડને આ બાબતે પૂછતા  ગર્લફ્રેન્ડને સાથળના ભાગે કાતરથી નામ કોતરવા દબાણ કર્યુ હતું. 

યુવતીને ઇજા થઈ છતાં બોયફ્રેન્ડે ચાલુ વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સ્ક્રીન રેકોર્ડિંગ કરીને  ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો સુરક્ષિત રાખવા આરોપીએ 10 હજાર રૂપિયાની માગણી કરી હતી. ગભરાઈ ગયેલી યુવતીએ દબાણમાં આવીને ઓનલાઈન રૂ.4 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આરોપી બાકીના રૂપિયા નહિ આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપીએ ઈન્સ્ટાગ્રામમાં યુવતીના બ્લર ચહેરા સાથેનો ફોટો અપલોડ કરી બિભત્સ લખાણ લખ્યું હતું. 

બોયફ્રેન્ડના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ મિત્રોને વાત કરી હતી. જે બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ બાદ આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.