Fri Apr 17 2026

Logo

ઈરાને કતર બાદ હવે જોર્ડનમાં અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી, કરોડો રૂપિયાનું નુકસાન...

2026-03-07 22:44:48
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


નવી દિલ્હી : મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધના લીધે તણાવ વધી રહ્યો છે. જેમાં છેલ્લા આઠ દિવસથી યુદ્ઘ ચાલી રહ્યું છે. ત્યારે ઈરાને પણ અન્ય દેશોના અમેરિકનના લશ્કરી બેઝને તબાહ કર્યા છે. જેમાં હાલમાં જ ઈરાને જોર્ડનમાં 300 મિલિયન ડોલરની યુએસ એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી છે.છેલ્લા સાત દિવસના સંઘર્ષમાં  ઈરાને અમેરિકાને હજારો કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. એક તરફ, યુદ્ધમાં 1,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો બીજી તરફ ઈરાને કતાર અને જોર્ડન જેવા પશ્ચિમ એશિયાઈ દેશોમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અમેરિકન સિસ્ટમને તબાહ કરી છે. 

ઈરાને તાજેતરમાં જોર્ડન પર હવાઈ હુમલો કર્યો

ઈરાને તાજેતરમાં જોર્ડન પર હવાઈ હુમલો કર્યો છે. જ્યાં THAAD રડાર સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. અહેવાલો અનુસાર, THAAD રડાર સિસ્ટમની કિંમત આશરે  300 મિલિયન ડોલર એટલે  22,000 કરોડ રૂપિયા છે. અહેવાલો અનુસાર, ઈરાને જોર્ડનના મુવફ્ફક સાલ્ટી એરબેઝ પર હુમલો કર્યો  હતો.  આ હુમલામાં હજારો કરોડ રૂપિયાની યુએસ એર ડિફેન્સ  સિસ્ટમ તબાહ કરી છે. 

નુકસાન અમેરિકાને મોટો ફટકો

અમેરિકા વિશ્વભરમાં આઠ THAAD સિસ્ટમ ચલાવે છે. જેમાં દક્ષિણ કોરિયા અને ગુઆમમાં તૈનાતી સામેલ છે. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અનુસાર, દરેક બેટરીની કિંમત આશરે  રૂપિયા 1 અરબ  છે. ફક્ત રડારની કિંમત આશરે  રૂપિયા 3000 લાખ  છે. આ દુર્લભ વ્યૂહાત્મક સંસાધનો છે. તેનું નુકસાન અમેરિકાને  મોટો ફટકો છે. 

હવાઈ અને મિસાઇલ સંરક્ષણ નેટવર્ક પર ભારે દબાણ

ઇરાની ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલના હુમલાના કારણે મિડલ ઇસ્ટમાં  હવાઈ અને મિસાઇલ સંરક્ષણ નેટવર્ક પર ભારે દબાણ આવ્યું છે. આનાથી ચિંતા વધી છે કે THAAD અને PAC-3 જેવા અદ્યતન ઇન્ટરસેપ્ટર્સનો સ્ટોક ટૂંક સમયમાં ખતરનાક રીતે ઓછો થઈ શકે છે. તેથી અમેરિકાએ  શસ્ત્રોના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે દબાણ કરી રહ્યું છે.