Tue Aug 25 2026

Logo

વિદ્યાર્થિનીએ કુકર્મની ફરિયાદ કર્યા બાદ દિલ્હી કૅપિટલ્સના આ વિકેટકીપરની ધરપકડ

2026-08-11 16:13:00
Author: Ajay Motiwala
વિદ્યાર્થિનીએ કુકર્મની ફરિયાદ કર્યા બાદ દિલ્હી કૅપિટલ્સના આ વિકેટકીપરની ધરપકડ

નવી દિલ્હીઃ આઇપીએલની દિલ્હી કૅપિટલ્સ (DC) ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન અભિષેક પોરેલે કુકર્મ કર્યું હોવાની તબીબી ક્ષેત્રની એક મહિલા વિદ્યાર્થિનીએ કરેલી ફરિયાદને આધારે પોલીસે પોરેલની ધરપકડ (ARREST) કરી છે. આ મેડિકલ સ્ટૂડન્ટે આક્ષેપ કર્યો છે કે પોરેલે તેને લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તેમ જ તેને ધમકી (Threaten) આપવા ઉપરાંત તેની મારપીટ પણ કરી હતી.

ડોમેસ્ટિક ક્રિકેટમાં બેંગાલની ટીમ વતી રમતા પોરેલે બળાત્કાર કર્યો હોવાનો પણ વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે અને પોલીસે પોરેલને જેલ ભેગો કર્યો છે. પોલીસે તેને ડમ ડમ વિસ્તારની ઇમામી સિટીમાંથી પકડીને જેલના સળિયા પાછળ ઊભો રાખી દીધો હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.

વિદ્યાર્થિનીનું કહેવું છે કે તે પોરેલ સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતી, પણ ગયા વર્ષે બન્ને વચ્ચેના સંબંધો બગડ્યા હતા જ્યાર બાદ પોરેલે તેનાથી અંતર રાખ્યું હતું. તેણે પોલીસને એવું પણ કહ્યું છે કે પોરેલે તેને લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પછી લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

કોલકાત હાઈ કોર્ટના આદેશને પગલે પોલીસે પોરેલની ધરપકડ કરી છે. પોલીસ સુપરિન્ટેડન્ટે આ ધરપકડના અહેવાલને પુષ્ટિ આપી હતી. જોકે પોરેલ પોતાની સામેના આક્ષેપો નકારી ચૂક્યો છે.