જામનગર: આજરોજ નવી સિઝનની મગફળીની પ્રથમ આવક જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નોંધાઈ હતી. ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયા દ્વારા નવી મગફળીની પાંચ ગુણી લાવવામાં આવી હતી. આ મગફળીની હરરાજીમાં ૨૦ કિલોના રૂ. ૧૮૨૫નો ભાવ નોંધાયો હતો.
કેમ વહેલા માર્કેટમાં પહોંચી મગફળી
નવી સિઝનની મગફળીની આ આવક બોણીની મગફળીની હરરાજી તરીકે નોંધપાત્ર બની હતી. મળતી માહિતી મુજબ આ મગફળી આગોતરા વાવેતરની હોવાથી વહેલી માર્કેટમાં પહોંચી હતી.
જોકે, હાલ નવી મગફળીની નિયમિત અને મોટા પ્રમાણમાં આવક શરૂ થવામાં હજુ અંદાજે ૧૫ થી ૨૦ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિયમિત આવક શરૂ થયા બાદ બજારમાં નવી સિઝનની મગફળીની આવકમાં વધારો જોવા મળશે.