નવી દિલ્હી- ભારતમાં ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન યુપીઆઈએ ચૂકવણીની દિશામાં એક મોટું પરિવર્તન લાવ્યું છે. આજે આ સેવના દસ વર્ષ પૂરા થતા વડા પ્રધાન મોદીએ આ વિષય સંબંધી એક ટ્વિટ કર્યુ હતું. 25 ઓગસ્ટ 2016ના રોજ શરૂ થયેલી આ સેવાએ દેશના આર્થિક ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવી દીધી છે એવું પણ કહી શકાય. આજે યુપીઆઈ દૈનિક જીવનમાં થતી એક મોટી અને મહત્ત્વની ચૂકવણીનો એકભાગ બની ગયું છે. ખાસ કરીને પૈસાની ઓનલાઈન લેવડદેવડને સરળ બનાવીને એક માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે.
એક મહિનામાં કરોડોની ચૂકવણી
વડા પ્રધાન મોદીએ આ વિષયને લઈને ટ્વિટ કરતા કહ્યું હતું કે, એક દાયકા પહેલા યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત થઈ ગઈ હતી.ભારત ડિજિટલ પેમેન્ટ યાત્રામાં મોટું પરિવર્તન લઈને આ સિસ્ટમ આવી હતી. વ્યાપક ફલક પર આ એક એપ્લિકેશને દરેક ભારતીય સુધી પહોંચી, દરેક ભારતીય માટે આ એક ગર્વની વાત છે.
નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર યુપીઆઈ સર્વિસના શરૂઆતના વર્ષમાં વાર્ષિક ₹1.78 કરોડના ટ્રાંઝેક્શન થયા હતા, જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં આ રકમ ₹24162 કરોડ સુધી પહોંચી ગઈ છે. એક દાયકામાં યુપીઆઈનું વાર્ષિક ટ્રાંઝેક્શન આશરે 13.000 ગણું વધ્યું. માત્ર ટ્રાંઝેક્શનની સંખ્યા જ નહી પણ આનાથી થતા પેમેન્ટની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2016-17માં યુપીઆઈના માધ્યમથી આશરે ₹0.07 લાખ કરોડની લેવડદેવડ થઈ હતી.એ પછીના વર્ષમાં એટલે કે 2025માં આ આંક ₹314 કરોડ થઈ ગઈ હતી.

દેશ અને દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો
યુપીઆઈ એપ્લિકેશનની લોકપ્રિયતા સતત અને સખત રીતે વધી રહી છે. મે 2026માં પહેલીવાર એક મહિનામાં ₹2300 કરોડથી વધારે રકમના ટ્રાંઝેક્શન થયા હતા. મે મહિનામાં ₹2320 કરોડ અને જુલાઈ મહિનામાં ₹2366 કરોડ ટ્રાંઝેક્શન થયા હતા. યુપીઆઈની એક દાયકાની યાત્રામાં અત્યાર સુધીમાં આ એક સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. યુપીઆઈ સાથે જોડાયેલા પેમેન્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2016-17 માં માત્ર 44 બેંક UPI સાથે લાઈવ મોડ પર હતી. એ પછી વર્ષ 2025માં આ સંખ્યા વધીને 703 બેંક સુધી પહોંચી ગઈ છે.
આજે યુપીઆઈ માત્ર ભારત પૂરતી જ સિમિત એપ્લિકેશન નથી. યુએઈ, ભુટાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપુર, મોરેશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવ્સમાં પણ યુપીઆઈથી પેમેન્ટ કરવું શક્ય બની ગયું છે. રીયલટાઈમ પેમેન્ટ ટ્રાંઝેક્શનમાં વોલ્યુમ યુપીઆઈની ભાગીદારી આશરે 49 ટકા રહી હતી. આ રીતે દસ વર્ષમાં એક ભારતીય એપ્લિકેશનથી ભારતની ડિજિટલ ઓળખ દુનિયાભરમાં જાણીતી બની ગઈ છે.