Wed Apr 29 2026

Logo

ભુજમાં ૨૮ વર્ષીય પરિણીતાનો આપઘાત: ૫ વર્ષના લગ્નગાળાનો કરુણ અંત, માસૂમ બાળક નોંધારું

2026-04-29 12:26:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભુજ શહેરના કોટ અંદરના વિસ્તારમાં આવેલા વોકળા ફળિયા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ભુજના વોકળા ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય મનીષાબેન સંજયભાઈ પરમારે ગત બપોરના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ માનકૂવા રહેતા તેમના બહેન નીશા ચાવડા તાત્કાલિક ભુજ દોડી આવ્યા હતા અને મનીષાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બાળકે ગુમાવી માતાની છત્રછાયા

મૃતક મનીષાબેનના લગ્નને હજુ પાંચ વર્ષનો સમય વીત્યો હતો. તેમના આ પગલાથી તેમનું પાંચ વર્ષનું વહાલસોયું બાળક માતાની છત્રછાયા ગુમાવી છે. 

પોલીસે તપાસ હાથ ધરી

આ બનાવ અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી પંચનામું હાથ ધર્યું હતું. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)