Sat Apr 18 2026

Logo

તેલંગાનામાં 130 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું, મોટી માત્રામાં શસ્ત્રો પણ સોંપ્યા

2026-03-07 20:14:34
Author: Chandrakant Kanojia
Article Image

હૈદરાબાદ: તેલંગાનામાં 130 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ માઓવાદીઓએ હૈદરાબાદમાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સમક્ષ આત્મસમપર્ણ કર્યું હતું.  માઓવાદીઓએ AK-47 રાઈફલ સહિત 124 શસ્ત્રો પણ સોંપ્યા હતા. આત્મસમર્પણ કરનારાઓમાં માઓવાદીઓમાં  3 રાજ્ય સમિતિના સભ્યો, 10 વિભાગીય સમિતિના સભ્યો, 46 ક્ષેત્ર સમિતિના સભ્યો અને 76 દલમ સભ્યોનો સમાવેશ થાય છે.

માઓવાદીઓએ  શસ્ત્રો સોંપ્યા 

તેલંગાણાના ડીજીપી બી. શિવધર રેડ્ડીએ જણાવ્યું હતું કે 130 આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી 125 છત્તીસગઢના, ચાર તેલંગાણાના અને એક આંધ્રપ્રદેશનો છે. ડીજીપીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેલંગાણામાં માઓવાદીઓની રાજ્ય સમિતિ હવે અસ્તિત્વમાં નથી. તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પ્રતિકાત્મક રીતે મુખ્યમંત્રીને તેમના શસ્ત્રો સોંપ્યા હતા. 

નક્સલવાદને નાબૂદ કરવાની સમય મર્યાદા નજીક 

દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારની સમયમર્યાદા હવે નજીક આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના લક્ષ્યની જાહેરાત કરી દીધી છે. સુરક્ષા દળોની સતત કાર્યવાહી અને આ દિશામાં સરકારની પુનર્વસન નીતિના હવે સ્પષ્ટ પરિણામો દેખાઈ રહ્યા છે. જેમાં  ઘણા વિસ્તારોમાં એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓ માર્યા જઈ રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં માઓવાદીઓ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં પરત ફરી રહ્યા છે.