ગૉલ: અહીં શ્રીલંકા સામે શરૂ થયેલી ટેસ્ટ (Test) સિરીઝની પ્રથમ મૅચમાં ભારતે બૅટિંગ પસંદ કર્યા પછી સારી શરૂઆત કરી હતી અને 11મી ઓવરમાં ટીમનો સ્કોર 50 રનની નજીક પહોંચી ગયો હતો ત્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે (32 રન, 37 બૉલ, પાંચ ચોગ્ગા) વિચિત્ર સ્થિતિમાં રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી.
યશસ્વી અને વાઇસ કેપ્ટન કે. એલ. રાહુલ વચ્ચેની ઓપનિંગ પાર્ટનરશિપ ધીમે-ધીમે મજબૂત થઈ રહી હતી ત્યારે 11મી ઓવરના છેલ્લા બૉલમાં યશસ્વી રનઆઉટ થઈ ગયો હતો.
KL Rahul and Yashasvi Jaiswal are opening the batting for #TeamIndia in a milestone game.
— BCCI (@BCCI) August 15, 2026
Follow the updates live here - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/Lb3UVIQEw7
રાહુલે એક શૉટમાં બૉલ બોલરની જમણે મિડ-ઑન તરફ મોકલ્યો હતો. રાહુલે રન દોડવાની શરૂઆત કરી હતી, પરંતુ જરાક અટકી ગયો હતો. સામા છેડે યશસ્વીએ પણ દોડવાનું શરૂ કર્યું હતું, પણ બૉલ અટકાવવા ડાઈવ મારનાર બોલર સાથે અથડાઈ જતા યશસ્વી સંતુલન ગુમાવી બેઠો હતો. પળવારમાં બંને બૅટ્સમેન નૉન-સ્ટ્રાઈકર્સ એન્ડ પર ભેગા થઈ ગયા હતા. પ્રભાત જયસૂર્યાએ બૉલ લઈને વિકેટકીપર ડિકવેલા તરફ ફેંક્યો હતો અને ડિકવેલાએ જરાક ફમ્બલ થયા બાદ બેલ્સ ઉડાડી દીધી હતી. કમનસીબે યશસ્વીએ પૅવિલિયનમાં પાછા આવી જવું પડ્યું હતું.
લંચના બ્રેક પહેલાં ભારત (India)નો સ્કોર 22 ઓવરમાં એક વિકેટે 84 રન હતો. રાહુલ 27 રને અને દેવદત્ત પડિક્કલ 23 રને રમી રહ્યો હતો.