મુંબઈઃ જેની આંતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ફિલ્મ 'ટોક્સિક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાંથી એ સ્પષ્ટ થતું નથી કે, વાર્તા શેના પર છે? આ ઉપરાંત ફિલ્મનું ટ્રેલર એક નાનકડા છોકરાથી શરૂ થાય છે. એક્શન, ઈમોશન, આસું અને લોહીના ફુવારા ઉડાવતા ટ્રેલરમાં તમામ લીડ એક્ટ્રેસનો એક સીન દેખાઈ રહ્યો છે. જ્યારે યશની સામે વિલનનો રોલ ચોંકાવનારો છે. એક શાનદાન ઈવેન્ટમાં 'ટોક્સિક'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 6 ભાષામાં 26 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.
આ મહિનામાં જ થશે રિલીઝ
યશની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ટોક્સિક' આ મહિનામાં જ રિલીઝ થઈ જવાની છે. ત્રણ-ત્રણ વાર રિલીઝ ડેટમાં ફેરફાર કર્યા બાદ હવે આખરે ટ્રેલર સામે આવી ગયું છે. જેમાં ભરપૂર એક્શન સિક્વન્સ જોવા મળી રહી છે. ફિલ્મની સ્ટોરી આખરે શું છે અને શેના પર છે એ સ્પષ્ટ થતું નથી. આ ફિલ્મમાં યશ એક અલગ અને ડાર્ક મોડમાં દેખાય છે. ગીતુ મોહનદાસે યશનું પાત્ર એક અલગ અંદાજમાં લખ્યું છે. જેમાં યશની એક્ટિંગનો તડકો ફિલ્મને અલગ દિશામાં લઈ જાય છે. KGF ફિલ્મ ફ્રેન્ચાઈઝીની સફળતા બાદ યશને આ ફિલ્મ પાસેથી ઘણી બધી આશા છે. એટલું જ નહીં ફિલ્મનિર્મતા ગીતુ મોહનદાસને પણ ફિલ્મ પાસેથી સારી એવી અપેક્ષા છે. ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. રોમાન્સ સાથે ગૅંગસ્ટરની સ્ટોરી છે. સાથે એક ગૅંગવોર પણ આકાર લઈ રહી છે. ટ્રેલરમાં એક સ્ટાઈલિશ ટચ જોવા મળે છે. રૉ અને ઈન્ટેસ જોવા મળે છે. ટ્રેલર પરથી એટલું કહી શકાય છે કે, સ્ટોરી ગૅંગસ્ટર અને ગૅંગવૉરની આસપાસ ફરે છે. શહેર પર રાજ કરવા માટે લડાઈ થાય છે અને કાપા-કાપી તેમજ લોહીના ફુવારા ઉડતા ટ્રેલરમાં ભરપુર એક્શન છે.
રાયાની દુનિયામાં આખરે શું થયું?
ફિલ્મ જોયા બાદ જ ખ્યાલ આવશે કે, ફિલ્મમાં ઈમોશન્સનું શું સ્થાન છે અને કોનો એટિટ્યુડ છે. યશનું પાત્ર રાયા એવી ખતરનાક દુનિયામાં પ્રવેશે છે જ્યાં એક નિર્ણય ડાયરેક્ટ મોત સુધી લઈ જાય છે. કિંમત ચુકાની પડેગી, ડાયલોગ પરથી જ સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં દરેક મોડ પર એક્શન રહેવાનું છે. ટ્રેલર ફિલ્મના બાકીના કલાકારો - નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. એવું લાગે છે કે દરેક પાત્ર 'રાયા'ની દુનિયામાં ભૂમિકા ભજવે છે. ગીતુ મોહનદાસની વિશિષ્ટ દ્રશ્ય શૈલી અહીં સ્પષ્ટપણે દેખાય છે. અદભુત પ્રોડક્શન ડિઝાઇન, સ્ટાઇલિશ એક્શન સિક્વન્સ અને ડાર્ક ટોન 'ટોક્સિક' માટે એક એવી દુનિયા બનાવે છે જે ગેંગસ્ટર ફિલ્મોથી આગળ વધે છે. આ ફિલ્મે તેના પાત્રોના આકર્ષક દેખાવ અને પ્રમોશનલ સામગ્રી દ્વારા પહેલેથી જ નોંધપાત્ર ચર્ચા જગાવી છે, જેના કારણે યશ અને ગીતુ મોહનદાસ અભિનિત આ પ્રોજેક્ટ માટે રાહ વધુ વધી ગઈ છે.
ફેન્સમાં એક્ઝાઈટમેન્ટ વધ્યું
તેના ડાર્ક, સ્ટાઇલિશ સૌંદર્યલક્ષી, ઉચ્ચ-ઓક્ટેન એક્શન અને સ્ટાર-સ્ટડેડ કાસ્ટ સાથે, 'ટોક્સિક' વર્ષની સૌથી મોટી થિયેટર રિલીઝમાંની એક બનવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને ભારે એક્ઝાઈટમેન્ટ છે અને ટ્રેલર રિલીઝ થયા પછી રાહ વધુ વધી ગઈ છે. ચાહકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે યશ અને ગીતુ મોહનદાસ વચ્ચેનો આ સહયોગ મોટા પડદા પર કયા નવા તત્વો લાવશે.ખાસ કરીને ચાર મિનિટના ટ્રેલરમાં એક્શન સિન છે પણ સ્ટોરી ક્યા લેવલ પર આગળ જાય છે અને ક્યાં સુધી આગળ વધે એ રહસ્ય છે. ચાર મિનિટના ટ્રેલરમાં ખાસ કંઈ એવુ સ્પષ્ટ થતું નથી કે, આખરે મેકર્સ કહેવા શું માગે છે. આ માટે ફિલ્મમાં તેનો જવાબ મળશે.