Sun Sep 13 2026

Logo

અમદાવાદના 150 વર્ષ પૌરાણિક મંદિરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે...

2026-03-14 14:43:38
Author: Mumbai Samachar Team
અમદાવાદના 150 વર્ષ પૌરાણિક મંદિરમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે...

અમદાવાદઃ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલે કરેલા હુમલા બાદ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ વોર-3ની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદના સરસપુરમાં આવેલા 150 વર્ષ પૌરાણિક બાલા હનુમાન મંદિર દ્વારા રવિવાર, તા. 15 માર્ચ, 2026ના રોજ એક વિશિષ્ટ વિશ્વશાંતિ મહાયજ્ઞનનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધના ભય સામે અને તેના કારણે ઉદ્દભવનારા આર્થિક સંકટો વચ્ચે ભારતની સુરક્ષા અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે હેતુથી ભારતની પ્રાચીન પરંપરા મુજબ મહામંડલેશ્વરની ઉપસ્થિતિમાં વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સામૂહિક મંત્રઘોષ કરી વિશ્વમાં સુલેહ અને રાષ્ટ્રની આર્થિક સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવશે.