મુકેશ પંડ્યા
વેદયુગમાં મહિલા વિદ્વાનો ભરસભામાં શાાર્થ કરી શકતી હતી અને પોતાના વિચારો પણ સ્વતંત્ર પણે રજૂ કરી શકતી હતી.
આજે ઘણા વિપક્ષી રાજકરણીઓ વિદ્યાર્થિનીઓ સમક્ષ ‘મનુસ્મૃતિ’નો હવાલો આપીને મહિલાઓને થયેલા અન્યાયની વાતો ફેલાવે છે એ તેમના અધકચરા જ્ઞાનની સાક્ષી પૂરે છે. કોઈ પણ મુદ્દાને જાહેરમાં ઉછાળતા પહેલા તેની બન્ને બાજુનો જે તટસ્થ અભ્યાસ થવો જોઈએ તે કરતા નથી અને માત્ર પૂર્વગ્રહથી પીડાઈને નિવેદનો કરે છે એ સહુને જત જણાવવાનું કે વેદકાળમાં મહિલાઓને પણ શિક્ષણનો સમાન અધિકાર હતો. એ સમયમાં જેઓ વેદોનો અભ્યાસ કરતી હતી, ઊંડું સંશોધન કરીને વિવિધ મંત્રોની રચના કરતી હતી. શાાર્થ પણ કરતી હતી. તેમને વિદુષી (વિદ્વાન કે પંડિતા) કહેવામાં આવતી હતી. તેમને પણ પુરુષો જેવો જનોઈ પહેરવાનો હક હતો. ઉપનયન સંસ્કાર (જનોઈ) મેળવીને વેદ ભણતી સ્ત્રીઓ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી હતી.
1. બ્રહ્મવાદિની: એવી મહિલાઓ જેઓ આજીવન અવિવાહિત રહીને વેદ અભ્યાસ અને ઈશ્વર આરાધના કરતી હતી.
2. સદ્યોવધૂ: એવી મહિલાઓ જેઓ લગ્ન પહેલા વેદ અભ્યાસ કરતી અને પછી ગૃહસ્થ જીવન શરૂ કરતી હતી.
ઋગ્વેદ અને અન્ય વૈદિક સાહિત્યમાં આવી અનેક મહાન વિદુષીઓનો ઉલ્લેખ છે, જેમણે પુરુષ ઋષિઓની જેમ મંત્રોની સુંદર રચના પણ કરી છે. આવી ભણેલી વિદુષીઓ નીચે મુજબ છે.
વિદુષી ગાર્ગી : તેઓ રાજા જનકની સભાના મુખ્ય વિદ્વાન મહિલા હતાં. તે તેમણે યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે બ્રહ્મજ્ઞાન પર કરેલો શાાર્થ (ચર્ચા) ઉપનિષદોમાં ખૂબ પ્રખ્યાત છે.
મૈત્રેયી: તેઓ ઋષિ યાજ્ઞવલ્ક્યના પત્ની હતાં. તેમણે ભૌતિક સંપત્તિના બદલે અમરત્વ પ્રાપ્તિનું અને આત્મજ્ઞાનને લગતું શિક્ષણ મેળવવાનું પસંદ કર્યું હતું.
ઘોષા: તેઓ વૈદિક મંત્રોના દ્રષ્ટા હતાં. તેમણે મંત્રો દ્વારા અશ્વિનીકુમારોની આરાધના કરીને પોતાની બીમારી મટાડી હતી અને યુવાની પાછી મેળવી હતી.
અપાલા: તેમણે ઋગ્વેદના સુક્તોની રચના કરી છે. ત્વચાના રોગથી પીડાતાં હોવાં છતાં તેમણે કઠોર તપ અને મંત્રોચ્ચારથી ઈન્દ્રદેવને પ્રસન્ન કર્યા હતાં.
લોપામુદ્રા: તેઓ અગસ્ત્ય ઋષિના પત્ની હતાં. તેઓ એક રાજકુમારી હોવા છતાં તેમણે વેદોનો ઊંડો અભ્યાસ કર્યો અને ઋગ્વેદના અનેક મંત્રોની રચના કરી. ઋગ્વેદના પ્રસિદ્ધ ‘દેવી સૂક્ત’ (અથવા વાકત્વનું સૂક્ત)ની રચના તેમણે જ કરી છે, જે આજે પણ શક્તિ ઉપાસનામાં ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે.
વિશ્વવારા: તેઓ અત્રિ વંશના હતા. તેમણે અગ્નિદેવની આરાધના કરતા મંત્રો આપ્યાં છે અને તેઓ પોતે યજ્ઞમાં આહુતિ આપનારા પુરોહિત પણ બન્યા હતા.
સૂર્યા સાવિત્રી : જેમણે રચેલાં મંત્રો આજે પણ લગ્નવિધિમાં વપરાય છે.
આમ વેદયુગમાં લગભગ 27 થી 30 ઉચ્ચતમ શિક્ષા પ્રાપ્ત વિદુષીઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જેઓએ પોતે શીખીને પછી વેદોની અનેક ઋચાઓની રચના કરી હોય. આ ઉપરાંત સામાન્ય શિક્ષણ મેળવનાર સ્ત્રીઓ તો કંઈ કેટલી હશે. રામાયણ કાળમાં સીતા તો મહાભારત કાળમાં દ્રૌપદી- રૂકમણિ જેવી અનેક મહિલાઓ અનેક વિદ્યામાં પારંગત હતી. જગતનો સૌપ્રથમ પ્રેમપત્ર રૂકમણિએ શ્રીકૃષ્ણને લખ્યો હતો એ દર્શાવે છે કે તે સમયની મહિલાઓ પણ અક્ષરજ્ઞાન ધરાવતી હતી.
વેદ-સંસ્કૃતિમાં ઋષિ અને ઋષિમાતા બંનેનું સરખું મહત્ત્વ હતું. વશિષ્ઠ-અરુંધતી, અત્રિ-અનસૂયા કે અગત્સ્ય-લોપામુદ્રા નામો આદરથી સાથે જ લેવાય છે! આશ્રમ અને ગુરુકુળ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓના શિક્ષણ અને સંસ્કાર સિંચનમાં ઋષિમાતાઓનું પણ અમૂલ્ય યોગદાન રહેતું. તે સમયની સ્ત્રીઓને માત્ર ઘરકામનું જ નહીં, પરંતુ સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપવામાં આવતું. વેદો, ઉપનિષદો, પુરાણો અને દર્શનશાનો અભ્યાસ ઉપરાંત કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકળા વગેરે પણ શીખવાડવામાં આવતાં. રાજકુમારીઓ અને ક્ષત્રિય કન્યાઓને શવિદ્યા, અશ્વવિદ્યા અને રાજ્ય સંચાલનનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.
‘હે પત્ની! હું જ્ઞાનવાન છું તું જ્ઞાનવતી છે, હું સામવેદ છું તું ઋગ્વેદ છે.’
‘સભા અને સમિતિમાં સ્ત્રીઓ ભાગ લે અને પોતાના વિચારો પ્રગટ કરે.’
ઉપરોકત બે શ્ર્લોકો અથર્વવેદમાં લખાયેલા છે.
આ બધી વાતો સાબિત કરે છે કે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓને શિક્ષણ, ધર્મકાર્ય, રાજકીય, સામાજિક તેમ જ આધ્યાત્મિક ક્ષેત્રે પુરુષો સમાન જ અધિકારો અને સન્માન મળતાં હતાં.
હવે મનુસ્મૃતિના કેટલાક શ્ર્લોક સ્ત્રીઓ માટે અપમાનવાચક છે ખરા પરંતુ અનેક વિદ્વાનો કહે છે કે મૂળ મનુ સ્મૃતિ તો વેદ સંમત જ હતી પરંતુ પાછળથી કેટલાક શ્ર્લોક મારી મચડીને ઉમેરવામાં આવ્યા છે.
મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી શું કહે છે?
આર્યસમાજના સ્થાપક અને મહાન સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતી ‘મનુસ્મૃતિ’ને વેદો પછીનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ માનતા હતા, પરંતુ પ્રચલિત મનુસ્મૃતિના તમામ શ્ર્લોકોને સ્વીકારતા નહોતા. મનુસ્મૃતિ વિશે સ્વામી દયાનંદ સરસ્વતીના મુખ્ય વિચારો નીચે મુજબ છે:
(1) સ્વામીજીનું સ્પષ્ટ માનવું હતું કે વર્તમાન સમયમાં ઉપલબ્ધ મનુસ્મૃતિ તેના મૂળ સ્વરૂપમાં નથી. તેમાં સમય જતાં સ્વાર્થી તત્ત્વો દ્વારા પાછળથી ઘણા એવા શ્ર્લોકો (પ્રક્ષિપ્ત અંશો) ઉમેરવામાં આવ્યા છે, જે વેદોના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેઓ માત્ર એ જ શ્ર્લોકોને પ્રમાણભૂત માનતા જે વેદ સાનુકૂળ હોય.
(2) જે શ્ર્લોકોમાં સ્ત્રીઓ કે સમાજના પછાત વર્ગને નીચો દેખાડવામાં આવ્યા છે, તેને સ્વામીજીએ પાછળથી ભેળસેળ કરાયેલા (મિલાવટી) ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે મનુસ્મૃતિના સાચા અર્થઘટન દ્વારા સ્ત્રી શિક્ષણ અને સમાન અધિકારોનું સમર્થન કર્યું હતું.
(3 )પ્રચલિત મનુસ્મૃતિના આધારે જન્મ આધારિત જાતિવાદ કે અસ્પૃશ્યતા ફેલાવનારાઓનો તેમણે સખત વિરોધ કર્યો. તેમણે મનુસ્મૃતિનો હવાલો આપીને સાબિત કર્યું કે મહર્ષિ મનુની વર્ણવ્યવસ્થા જન્મ આધારિત નહીં, પરંતુ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવ (યોગ્યતા) પર આધારિત હતી. જો કોઈ શૂદ્રનો પુત્ર ઉચ્ચ જ્ઞાન મેળવે તો તે બ્રાહ્મણ બની શકે છે.
(4) સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના પ્રખ્યાત ગ્રંથ સત્યાર્થ પ્રકાશમાં મનુસ્મૃતિના આધારે આદર્શ શાસન, ન્યાય અને ‘દંડ’ (કાયદો) વિશે વિગતવાર ચર્ચા કરી છે. તેમના મતે, મનુસ્મૃતિ ન્યાયિક સમાનતા શીખવે છે, જ્યાં ગુનો કરનાર વ્યક્તિ જો ઉચ્ચ હોદ્દા પર કે રાજા હોય તો તેને સામાન્ય નાગરિક કરતાં પણ વધુ સખત દંડ થવો જોઈએ.
ટૂંકમાં, સ્વામી દયાનંદ સરસ્વતીએ મૂળ (શુદ્ધ) મનુસ્મૃતિનું સમર્થન કર્યું હતું અને ભેળસેળયુક્ત ભાગોનો વિરોધ કર્યો હતો.
હવે સો વાતની એક વાત: આ ભેળસેળ થઈ કેવી રીતે?