ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને દેશભરમાં હજારો કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પથરાયેલા છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે લોખંડમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખુલ્લામાં રહે તો ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવતાં જ તેના પર કથ્થઈ રંગનો કાટ (Iron Oxide) ચડી જાય છે.પરંતુ રેલવે ટ્રેક વર્ષના 365 દિવસ ધોમધખતા તડકા, કડકડતી ઠંડી અને ભારે વરસાદમાં ખુલ્લા રહેવા છતાં તેના ઉપરના ભાગ પર ક્યારેય કાટ લાગેલો જોવા મળતો નથી અને તે હંમેશા ચમકતા રહે છે. આવો જાણીએ આ પાછળનું વૈજ્ઞાનિક અને ધાતુશાસ્ત્રનું રહસ્ય.
રેલવે ટ્રેક સામાન્ય લોખંડમાંથી નહીં, ખાસ સ્ટીલમાંથી બને છે
મોટાભાગના લોકો માને છે કે રેલવેના પાટા સાદા લોખંડના બનેલા હોય છે, પરંતુ એવું નથી. ટ્રેકના નિર્માણમાં ખાસ પ્રકારના હાઈ-ગ્રેડ સ્ટીલ એટલે કે મેંગેનીઝ સ્ટીલ (Mangalloy - મેંગલોય) નો ઉપયોગ થાય છે.આ ખાસ મિશ્રધાતુમાં આશરે 12 ટકા મેંગેનીઝ અને 0.8 ટાકથી 1.2 ટકા કાર્બન હોય છે. મેંગેનીઝની હાજરીને કારણે ઓક્સિડેશન (કાટ લાગવાની પ્રક્રિયા) અત્યંત ધીમી પડી જાય છે અને તેના પર સામાન્ય લોખંડની જેમ આયર્ન ઓક્સાઈડના પડ બનતા નથી.
ટ્રેનના પૈડાંનું ઘર્ષણ (Friction) કાટને ટકવા દેતું નથી
ટ્રેક પરથી દરરોજ હજારો ટન વજન ધરાવતી હાઈ-સ્પીડ ટ્રેનો સતત પસાર થાય છે.ટ્રેનના સ્ટીલ વ્હીલ્સ અને ટ્રેકની સપાટી વચ્ચે જે સતત ભારે ઘર્ષણ અને દબાણ સર્જાય છે, તે ટ્રેક પર જામતી કોઈપણ સામાન્ય ઓક્સિડેશન લેયરને તરત જ ઘસીને સાફ કરી નાખે છે. આ કુદરતી પોલિશિંગના કારણે પાટાનો ઉપરનો હિસ્સો હંમેશા અરીસા જેવો ચમકતો રહે છે.
જો સામાન્ય લોખંડ વાપરવામાં આવે તો શું થાય?
જો સામાન્ય લોખંડમાંથી પાટા બનાવવામાં આવે તો વરસાદી ભેજને કારણે તેમાં ઝડપથી કાટ લાગી જાય, જેથી પાટા અંદરથી પોલા અને બરડ થઈને તૂટવા લાગે.તેનાથી ટ્રેન ડિરેલમેન્ટ (પાટા પરથી ઉતરી જવી) જેવા ગંભીર અકસ્માતોનું જોખમ વધી જાય અને રેલવેને વારંવાર અબજો રૂપિયાના ખર્ચે પાટા બદલવા પડે. આથી જ અતિશય મજબૂતી, ટકાઉપણું અને કાટ-મુક્ત ગુણધર્મ માટે મેંગેનીઝ સ્ટીલનો જ ઉપયોગ કરવામાં આવે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...