નવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અપેક્ષા અનુસાર ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર બની શકે છે, જ્યારે કેરલમમાં કોંગ્રેસની. તમિલનાડુમાં અત્યારે ત્રિશંકુ વલણો મળી રહ્યા છે, પરંતુ પાંચેય રાજ્યમાં ત્રણ રાજ્યમાં અત્યાર સુધીમાં (4 વાગ્યા સુધીના ચૂંટણી પંચના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટે આગેકૂચ કરી રહ્યું છે, જ્યારે મમતા બેનરજીની સરકાર પણ હાંફી રહી છે. જાણીએ ચાર વાગ્યા સુધીના પરિણામો અને ટ્રેન્ડમાં કઈ પાર્ટી કોના પર ભારી પડી રહી છે એની વાત કરીએ.
બંગાળમાં 100 બેઠક પાર કરવામાં 'દીદી' હાંફ્યાં
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ફરી સત્તામાં આવવાની શક્યતા નહીંવત બની ગઈ છે. અત્યાર સુધીના પરિણામોમાં પશ્ચિમ બંગાળમાં 294 બેઠકમાંથી 189 બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) આગળ છે, જ્યારે તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) પણ 100 બેઠક પાર કરી છે, જ્યારે કોંગ્રેસને માંડ એક બેઠક પણ આગળ છે. રાજ્યમાં અન્ય પક્ષો પણ ચાર બેઠક પર આગળ વલણો ધરાવે છે. અગાઉની તુલના કરીએ તો 2021માં સૌથી વધુ સીટ મમતા બેનરજીના પક્ષને ફટકો પડ્યો છે.
તમિલનાડુમાં ત્રિશંકુ સરકાર બની શકે
લખાય છે ત્યારે તમિલનાડુમાં પણ ત્રણેય પક્ષો આગળ પાછળ થઈ રહ્યા છે, જેમાં સવારના ટ્રેન્ડમાં આગળ થલપતિ વિજયની પાર્ટી આગેકૂચ રહી હતી, જેમાં ટીવીકે 107થી સીટથી આગળ છે, જ્યારે ડીએમકે નંબર ટૂની પોઝિશન પર આગળ વધી રહી છે. બીજી બાજુ એનઆઈડીએમકે પંચાવન બેઠક પર છે.
અન્ય ત્રણ રાજ્યમાંથી બેમાં ભાજપની સરકાર
કેરલમમાં 140 બેઠક પર યુડીએફ નંબર વન પોઝિશન પર છે, જ્યારે એલડીએફ 34 બેઠક પર આગળ છે, જ્યારે ભાજપનું નામ ખાતું માત્ર ખૂલ્યું છે. ભાજપ સિવાય અન્ય પક્ષોએ પણ ખાતા ખોલ્યા છે. આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવાનું નિશ્ચિત છે. આસામમાં 126 બેઠકમાંથી ભાજપએ સેન્ચુરી કરી છે, જ્યારે કોંગ્રેસે 22 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય પક્ષોને ચાર બેઠક પર આગળ છે. આસામમાં હેમંત બિશ્વા ફરી મુખ્ય પ્રધાન બની શકે છે. પુડુચેરીમાં પણ ભાજપની આગેવાનીમાં એનડીએ બહુમતી પાર કરી છે, જ્યારે કોંગ્રેસને માંડ ત્રણ બેઠક પર આગળ છે, જેનાથી આગળ અન્ય પક્ષો રહ્યા છે.