Wed Jun 17 2026

Logo

અમેરિકાના 'બોર્ડ ઓફ પીસ'માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર કોણ છે IFS અધિકારી? જાણો તેમની અત્યાર સુધીની સફર

Wasington D.C.   2026-02-20 16:31:00
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝા 'બોર્ડ ઓફ પીસ'માં ભારતએ 'ઓબ્ઝર્વર દેશ' તરીકે ભાગ લીધો હતો. ભારતનું પ્રતિનિધિત્વ વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસના કાર્યકારી વડા નામગ્યા ખમ્પાએ કર્યું હતું. નામગ્યા ખમ્પા કોણ છે, જે અમેરિકામાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી એમ્બેસેડર તરીકે તહેનાત છે.

કોણ છે નામગ્યા ખમ્પા
ટ્રમ્પએ બોર્ડ ઓફ પીસની પહેલી મીટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી નામગ્યા સી ખમ્પા 2000 બેચના અનુભવી આઈએફએસ અધિકારી છે. નામગ્યા ખમ્પા હાલમાં ભારતીય રાજદૂતની ગેરહાજરીમાં અમેરિકામાં ભારતીય મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. આઈએફએસ અધિકારી નામગ્યા ખમ્પાને ચીન, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને કેન્યા જેવા મહત્ત્વપૂર્ણ મોરચાએ બે દાયકાથી વધુ અનુભવ ધરાવે છે. 

ખમ્પાએ ચીનમાં ભારતના રાજન્યાયિક મિશનમાં બે વખત સેવા બજાવી હતી. પહેલી વખત 2002થી 2006 સુધી અને 2013થી 1016 સુધી. એના સિવાય ખમ્પાએ 2009થી 2013 સુધી ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના સ્થાયી મિશનમાં પણ કામ કર્યું હતું.

ક્યાં ક્યાં સેવા આપી છે
2009થી 2013 સુધી ન્યૂ યોર્કમાં સર્વિસ વખતે આઈએફએસ અધિકારી નામગ્યા ખમ્પાને સંયુક્ત રાષ્ટ્રની એસીએબીક્યુ એટલે એડવાઈઝરી કમિટી ઓન એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બજેટરી ક્વેશ્નસના સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યાર બાદ નેપાળના કાઠમંડુમાં મિશનના ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી હતી.
 
ખમ્પાએ કેન્યામાં ભારતીય ઉચ્ચાયુક્ત તરીકે કામગીરી કરી છે. કેન્યામાં ખમ્પા પાસે ભારત-કેન્યા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને ક્ષેત્રમાં વેપાર અને વિકાસને પ્રોત્સાહન આપવાની જવાબદારી નિભાવી હતી. તેમણે ભારત-કેન્યા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની સાથે સોમાલિયામાં ભારતના રાજદૂત તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી.