Wed Aug 19 2026

Logo

મોદીને 'ગુજરાત કા ગુંડા હૈ **' કહી અપમાન કરનારી રાજકોટની મયૂરીએ ક્યાં મહિલા સામે માનસિક ત્રાસનો કર્યો આક્ષેપ ?

2026-08-10 11:45:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ મોદીને 'ગુજરાત કા ગુંડા હૈ **' કહી ગાળો દેનારી રાજકોટની મયૂરી પુરોહિત હાલ ચર્ચામાં છે.  તેમણે હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાની સામે માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો છે.

જાણો કોણ છે મયૂરી અને શું છે સમગ્ર મામલો

મૂળ વિસાવદરની અને હાલ રાજકોટમાં રહેતી મયૂરી પુરોહિત ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે.  તેઓ છેલ્લા બે વર્ષથી કોંગ્રેસ અને NSUIમાં સક્રિય છે.

 

લંડન ખાતે યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન મયૂરી પુરોહિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરતા 'હમારા ગુજરાત કા ગુંડા હૈં' શબ્દપ્રયોગ કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલી  મયૂરીએ માફી માંગવાનો સ્પષ્ટ ઇનકાર કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા અને સરકારી મનસ્વીતા સામે તેમનો આક્રોશ હતો. તેમણે કોઈ ગાળો નથી આપી પરંતુ સરકારના વલણને કારણે આ શબ્દ વાપર્યો છે.

આ ઉપરાંત તેણે જણાવ્યું કે, આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને 'પાકિસ્તાની' કે 'મુસ્લિમ' કહીને ગંદી ગાળો આપવામાં આવી રહી છે અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. લંડન પ્રદર્શન અંગે ખુલાસો કરતાં કહ્યું કે, તે પોતાના બિઝનેસ કામ માટે લંડન ગયા છે અને ત્યાં ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ભારતીય વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં જોડાયા હતા. આમાં કોંગ્રેસ પક્ષની કોઈ ભૂમિકા નહોતી.

આ મામલે કાજલ હિન્દુસ્તાની દ્વારા કરાયેલી પોસ્ટને તેમણે ષડયંત્ર ગણાવ્યું હતું અને આગામી સમયમાં કાનૂની પગલાં લેવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે મયૂરી આ પહેલા પણ વિવાદમાં આવી હતી. ઓગસ્ટ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIના વિરોધ પ્રદર્શન દરમિયાન મયુરીએ કુલપતિ સામે PhDની પરીક્ષાઓ અને ગાઇડ અંગે ગંભીર આક્ષેપો કરીને ભારે વિવાદ સર્જ્યો હતો.