Wed Aug 19 2026

Logo

ગુજરાતના કયા 25 ડેમ છલકાઈ ગયા, જાણો નર્મદા ડેમની શું છે સ્થિતિ

2026-08-11 11:49:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.05 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.65 ટકા, પૂર્વ મધ્યમાં 68.10 ટકા, સૌરાષ્ટ્રમાં 54.76 ટકા, દક્ષિણ ગુજરાતમાં 97.36 ટકા વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 82 ટકાથી વધુ સંગ્રહ છે.

કયા 25 ડેમ છલકાઈ ગયા

રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી, રાજુલાનો ધાતરવાડી-2, નેત્રંગનો પિંગુટ, ઝઘડીયાનો ધોળી, નેત્રંગનો બલદવા, તળાજાનો પીંગળી, મહુવાનો રોજકી, પાલિતાણાનો ખારો, મહુવાનો માલણ, પાલિતાણાનો શેત્રુંજી, પાલિતાણાનો હાણોલ, રાપરને ફતેહગઢ, હળવદનો બ્રહ્માણી, સાગબારાનો ચોપડવાવ, સાગરબારાનો કાકડીઆંબા, વાસંદાનો કેલિયા, વાંસદાનો જૂજ, રાજકોટનો લાલપરી, માંડવીનો લખીગામ, ચુડાનો વાંસલ, વઢવાણનો ધોળીધજા, મૂળીનો નાયકા, ચોટીલાનો ત્રિવેણી ઠાંગા, સોનગઢનો ડોસવાડા ડેમ છલકાઈ ગયા છે.

નર્મદા ડેમની શું છે સ્થિતિ

સરદાર સરોવર નર્મડા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 82.55 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 64.08 ટકા જળસંગ્રહ છે.  રાજ્યમાં 29 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 34 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 47 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 71 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળ સંગ્રહ છે.  રાજ્યમાં 5 ડેમ એલર્ટ રાખવામાં આવ્યા છે ને 10 ડેમ વોર્નિંગ પર છે.

રાજ્યમાં 46 રોડ રસ્તા હજુ પણ બંધ

રાજ્યમાં 46 રોડ રસ્તા બંધ છે. અમદાવાદ જિલ્લામાં 11, ખેડામાં 3, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, બનાસકાંઠામાં 2, પાટણમાં 3, છોટાઉદેપુરમાં 4, પંચમહાલમાં 1, સુરતમાં 1, નવસારીમાં 5, વલસાડમાં 1, મોરબીમાં 2, સુરેન્દ્રનગરમાં 7, જૂનાગઢમાં 1, અમરેલીમાં 3 રોડ રસ્તા બંધ છે.

રાજ્યના 34 જિલ્લા પૈકી વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં જ સિઝનના સરેરાશ 70.60 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ સિવાયના નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, જામનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, બોટાદ, ભાવનગર, પાટણ, વાવ થરાદ, કચ્છમાં સિઝનના સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.