Fri Apr 17 2026

Logo

નિખારઃ સુંદર દેખાવા માગતી સ્ત્રીએ શું કરવું ને શું ના કરવું જોઈએ?

2026-04-16 10:12:00
Author: Zubaida Valiyani
Article Image

ઝુબૈદા વલિયાણી

સ્ત્રીઓના સૌન્દર્યમાં અને આકર્ષક વ્યક્તિત્વમાં તેમના ચહેરા પરની સ્નિગ્ધતા અને તેજસ્વિતાનું ઘણું મહત્ત્વ છે.

*કોઈ પણ નારીનો ગુલાબના ફૂલ જેવો તાજગીસભર ચહેરો જોઈને બીજી સ્ત્રીઓના મનમાં તેના પ્રત્યે અદેખાઈ ઊપજે એ સાહજિક છે. આવી કોમળ અને સતેજ ચહેરો ધરાવતી સ્ત્રી તરફ સૌ કોઈની નજર સ્વાભાવિકપણે જ ખેંચાય છે.પરંતુ સામાન્ય રીતે પરિણીત સ્ત્રીઓની બાબતમાં પચ્ચીસ કે અઠ્ઠાવીસ વર્ષ વટાવ્યાં પછી તેમ જ બાળકની માતા બન્યા પછી ત્વચા પહેલાંના જેટલી સુંદર અને ચમકદાર રહેતી નથી, કારણ કે ત્વચાની નીચે આવેલી ગ્રંથિઓની ભેજ જાળવી રાખવાની ક્ષમતા ઘટી ગયેલી હોય છે. ત્વચાની સ્નિગ્ધતા અને ચમક, ત્વચાની પેશીઓમાંના ભેજતત્ત્વ (મોઈશ્ચરાઈઝર) પર આધાર રાખે છે.

ત્વચામાં ભીનાશ (મોઈશ્ર્ચર)ના હોય તો તે શુષ્ક * ખરબચડી અને * કરચલી પડી ગઈ હોય તેવી દેખાવાના કારણે સ્ત્રીની સુંદરતામાં ઓટ આવે છે.

*યુવાન વયે પણ આવી સ્ત્રીઓ પ્રૌઢ દેખાવા માંડે છે તેથી જ 20 વર્ષની વયે પહોંચ્યા પછી તો યુવતીઓએ ત્વચાની નિયમિત સારસંભાળ રાખવાની જરૂર છે.

દરેક સ્ત્રીએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના ચહેરામાં શું ઊણપ છે તેનું નિરીક્ષણ કરીને મેકઅપ દ્વારા ઊણપો ઢાંકીને ચહેરાને નવો ઓપ આપવો જોઈએ. આ માટે યોગ્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો જોઈએ.

*મેકઅપ એ ચહેરાને વધારે સુંદર દેખાડવાની ફેસ-લિફ્ટ કરવાની કળા છે, પરંતુ આ કળાનો મોટા ભાગની મહિલાઓ યોગ્ય ઉપયોગ કરી શકતી નથી. 

*સારો અને દોષમુક્ત મેકઅપ કરીને નારી નવું રૂપ ધારણ કરી શકે છે.

-એ છતાં બીજાઓને જલદીથી ખયાલ પણ ના આવે તેવી તે સુંદર દેખાઈ શકે છે,- પરંતુ કમનસીબે બહુ ઓછી મહિલાઓ રૂપસજાવટ અને તેની સાથે સંકળાયેલી આનુષાંગિક બાબતો અંગેની સાચી સમજ કેળવી શકી હોય છે.

-લાડકી પુર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!

-આ સંદર્ભમાં દેશના ડિઝાઈનરો શું કહે છે તે જાણવા જેવું છે.

*‘શા માટે જે મહિલાઓ મેકઅપ કેવી રીતે કરવો તે જાણતી ન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરે છે?

*‘દર એક હજાર સ્ત્રીઓમાંથી માત્ર એક જ સ્ત્રી મેકઅપનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.

*‘કાં તો દિવસના સમયે મેકઅપનો વધારે પડતો ઠઠારો કરવામાં આવ્યો હોય છે અથવા તો શેડ્સ (રંગ)ની એવી ખોટી પસંદગી કરવામાં આવી હોય છે જેના કારણ તેમના તરફ કોઈનું ધ્યાન પણ ખેંચાતું નથી....!’

*‘મેકઅપ એ ઘણી જોખમી વસ્તુ છે.

*‘તેનો ઉપયોગ વધારે સારી દેખાવા માટે અને દોષોને ઢાંકી દેવા માટે કરવાનો હોય છે.

*‘ચીલાચાલુ વલણોને કોઈએ અનુસરવું જોઈએ જ નહીં,

*‘કારણ કે એવાં વલણો તમારા માટે બંધબેસતાં ના પણ હોય...!’

-મેકઅપ કરવાની કળા શીખી લેવી એ દરેક સ્ત્રી માટે જરૂરી ઘણી અગત્યની બાબત હોઈ, દેશના અન્ય ડિઝાઈનરો આ સંદર્ભમાં શું કહે છે તે પ્રસ્તુત લેખના આવતા અંકના બીજા ભાગમાં જાણીશું અને બોધ મેળવીશું.

હસગુલ્લા
મનુને તેની મમ્મીએ પૂછ્યું: તું આ કેવી દીવાસળી લઈ આવ્યો. એક પણ સળગતી નથી.
મનુ: ‘એક એક સળી ટેસ્ટ કરીને લાવ્યો છું.’