Sat Sep 12 2026

Logo

પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વિડીયો વાયરલ, કહી આ વાત

2026-05-04 17:05:52
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો વિડીયો વાયરલ, કહી આ વાત

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં હાલ ચૂંટણીના વલણો ભાજપની સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. તેમજ ટીએમસીની હાર જોવા મળી રહી છે.  જોકે, આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ચૂંટણી પૂર્વેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

બાય-બાય" કેપ્શન સાથે શેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ચૂંટણી ભાષણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો "ટાટા, બાય-બાય" કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમજ  એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે અમિત  શાહે જે વાત કરી હતી તે હવે સાચી પડતી જોવા મળી રહી છે. 

બપોરે 1:00 વાગ્યે, "દીદી" સત્તાથી બહાર થઈ જશે

આ વીડિયોમાં, એક ચૂંટણી રેલીમાં બોલતા, અમિત શાહ જણાવે છે કે મતગણતરી 4 મેના રોજ સવારે શરૂ થશે,  મતપેટીઓ સવારે 8:00 વાગ્યે ખુલશે, પ્રથમ રાઉન્ડ સવારે 9:00 વાગ્યે સમાપ્ત થશે,બીજો રાઉન્ડ સવારે 10:00 વાગ્યે સમાપ્ત થશે, અને બપોરે 1:00 વાગ્યે, દીદી સત્તાથી બહાર થઈ જશે. ટાટા, બાય-બાય. આ જ નિવેદન હવે સોશિયલ મીડિયા પર  ટ્રેન્ડ થઇ રહ્યું છે.  

અમિત શાહે 22 એપ્રિલના રોજ આ ભાષણ આપ્યું હતું 

ઉલ્લેખનીય છે કે, આ  ભાષણ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન દમદમમાં યોજાયેલી એક રેલીનું છે. અમિત શાહે 22 એપ્રિલ 2026 ના રોજ આ નિવેદન આપ્યું હતું.જેમાં તેમણે 4 મેના રોજ અપેક્ષિત પરિણામો અંગે આગાહી કરી હતી. આ ભાષણમાંથી "ટાટા બાય-બાય" વાક્ય હવે વાયરલ થઈ રહ્યું છે.