Fri Sep 04 2026

Logo

પશ્ચિમ બંગાળમાં આરજી કર  રેપ અને હત્યા  કેસમાં પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ

2026-08-13 23:03:11
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળમાં આરજી કર  રેપ અને હત્યા  કેસમાં પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં હાઇપ્રોફાઇલ આરજી કર ટ્રેઇની ડૉક્ટર રેપ અને હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. કોલકાતા પોલીસે તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ કરી છે. તેમના પર પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી પીડિતાના ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરવાનો આરોપ છે.

પોલીસે તેમની ઓડિશાથી ધરપકડ કરી હતી

કોલકાતા પોલીસે તેમની ઓડિશાથી ધરપકડ કરી હતી. તેમને શુક્રવારે બેરકપોર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નિર્મલ ઘોષ ઉપરાંત પાનિહાટી મ્યુનિસિપાલિટી કાઉન્સિલર સોમનાથ ડે અને પીડિતાના પાડોશી સંજીવ મુખર્જીનું પણ આ કેસમાં નામ આપવામાં આવ્યું છે. આ ત્રણ પર પુરાવાનો નાશ કરવાના આરોપ છે.

કેસની પુન: તપાસના આદેશ આપ્યા 

સીએમ સુવેન્દુ અધિકારીએ આ કેસની પુન: તપાસના આદેશ આપ્યા હતા. 
જેમાં  પીડિતાના પિતાએ પાનિહાટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે  નવી એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેની  તપાસ બાદ   નિર્મલ ઘોષની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 09 ઓગષ્ટ 2024ના રોજ  આરજી કર મેડિકલ કોલેજમાં નાઇટ ડ્યુટી પર ફરજ બજાવતી 31 વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર પર રેપ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી તેનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. 

નિર્મલ ઘોષે ઉતાવળે મૃતક ડોકટરના અંતિમ સંસ્કાર કરાવ્યા 

જેમાં એવો આરોપ છે કે આ ઘટના બાદ નિર્મલ ઘોષે ઉતાવળે ડોક્ટરના પરિવારને જાણ કર્યા વિના મૃતદેહને પાનિહાટીના સ્મશાનભૂમિમાં લઈ ગયા હતા. જ્યાં ટ્રેઇની ડૉક્ટરના અંતિમ સંસ્કાર ઉતાવળે કરવામાં આવ્યા હતો. અંતિમ સંસ્કારના ડોક્યુમેન્ટ પર  મૃતકના માતા પિતાના સ્થાને પાડોશીની સહી લેવામાં આવી હતી. 

કેસ કોલકાતા હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ

આરજી કાર કેસમાં એક વ્યક્તિને પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જ્યારે આ કેસના અન્ય પાસાઓ અંગે કાનૂની કાર્યવાહી ચાલુ છે. તેમજ  કેસ કોલકાતા હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.