Wed Apr 29 2026

Logo

બંગાળમાં 9 વાગ્યા સુધીમાં 18.39 ટકા મતદાન નોંધાયું, માહોલ જોતા પહેલા તબક્કાના મતદાનનો રેકોર્ડ તૂટશે

2026-04-29 11:00:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયાં છે. આંકડાની વાત કતરવામાં આવે તો, બીજા તબક્કાના મતદાનમાં સવારે 9 વાગ્યા સુધીમાં 18.39 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 7 જિલ્લાની 142 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના 3 કરોડ અને 22 લાખ મતદારો 1448 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

મતદાન કરી ટીએમસીના સાંસદે શું દાવો કર્યો?

મતદાન મથકે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે સુરક્ષા દળોને પણ તૈનાત કરી દેવામાં આવ્યાં છે. વહેલી સવારે અનેક નેતાઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. બીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ જોતા પહેલા તબક્કાના મતદાનનો રેકોર્ડ તૂટી શકે છે. ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સવારે મતદાન કર્યું છે. આ સાથે તેમણે દાવો પણ કર્યો છે કે, બંગાળમાં આ વખતે પણ ટીએમસીની સરકાર બનવાની છે. 

હાવડામાં ઇવીએમમાં ખામી સર્જાતા થઈ મારામારી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમામે મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ હંગામો થયો અને મારપીટ થઈ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ સાથે હાવડામાં એક બુથ પર ઇવીએમમાં ખામી સર્જાઈ હતી. ઇવીએમ ખરાબ થયું હોવાના કારણે લોકો મારામારી પર આવી ગયાં હતાં. જો કે, આ દરમિયાન સુરક્ષા દળના જવાનોએ મામલો શાંત પાડ્યો અને બે લોકોની અટકાયત પણ કરી હતી. 

પશ્ચિમ બંગળામાં બીજા ચરણના મતદાનમાં 3 કરોડ 22 લાખ લોકો મતદાન કરવાના છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 142 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થયું આમાં કોલકાતા, ઔદ્યોગિક પટ્ટો અને દક્ષિણ બંગાળના ગીચ વસ્તીવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અર્ધલશ્કરી દળોની 2,343 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. વધુમાં, 300 થી વધુ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે.