Wed May 06 2026

Logo

મમતા અને અભિષેક બેનર્જીને અપાતી વધારાની સુરક્ષા વ્યવસ્થા પરત લેવાનો નિર્ણય

2026-05-05 22:52:03
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં એક સમીક્ષા બેઠકમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને આપવામાં આવેલી વધારાની પોલીસ સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વધારાની સુરક્ષા તેમને કોલકાતા પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સુરક્ષા વ્યવસ્થા બુધવાર સવારથી જ  પરત લેવામાં આવશે. 

વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને આપવામાં આવેલી Z+ શ્રેણીની સુરક્ષા તેમજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી વધારાની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. આ આદેશ બુધવાર સવારથી અમલમાં આવશે.

જેમાં મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને પૂરી પાડવામાં આવેલી વધારાની સુરક્ષા અંગે આજે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે Z+ સુરક્ષા કવચ કરતાં વધુ સુરક્ષા વ્યવસ્થા પરત લેવામાં આવશે. 

બેરિકેડ પરથી સુરક્ષા કર્મચારીઓને પાછા ખેંચી લેવામાં આવશે

આ નિર્ણયોમાં નોંધપાત્ર બાબત એ છે કે હરીશ ચેટર્જી સ્ટ્રીટ  મમતા બેનર્જીના નિવાસસ્થાન તરફ જતો રસ્તો છે.  તેમજ કાલીઘાટ વિસ્તારમાં અભિષેક બેનર્જીના ઘર અને કામેક સ્ટ્રીટ પરની તેમની ઓફિસની આસપાસના બેરિકેડ પરથી સુરક્ષા કર્મચારીઓને પાછા ખેંચી લેવામાં આવશે. 

બેરિકેડ દૂર કરવાનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી

આ અંગે  અધિકારીના જણાવ્યા મુજબ  આદેશમાં બેરિકેડ દૂર કરવાનું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. અમે ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓનું પાલન કર્યું છે. જોકે સ્થળ પર એક પોલીસ ચોકી રહેશે પરંતુ આ વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા તૈનાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારના કાલીઘાટ વિસ્તારમાં સ્થિત હરીશ ચેટર્જી સ્ટ્રીટ ઐતિહાસિક રીતે ઉચ્ચ સુરક્ષા ક્ષેત્ર રહ્યું છે.