Fri Aug 21 2026

Logo

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પર આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ

2026-07-31 15:38:11
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં એસટીએફે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય હમીદ મંડલની પશ્ચિમ બંગાળના વર્ધમાનથી ધરપકડ કરી છે. આતંકવાદી પાસેથી મળેલા મોબાઇલ ફોન અને દસ્તાવેજોની તપાસ કર્યા પછી આ માહિતી પ્રકાશમાં આવી છે.

પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડનો સાથી 

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હામિદ મંડલ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ સજ્જાદ ભટનો નજીકનો સાથી છે.

ત્રણ મહિનાથી ભાડાના ફ્લેટમાં રહેતો

આ  આતંકવાદીની  ગત મોડી રાત્રે બર્ધમાનના રેનેસાં ટાઉનશીપ વિસ્તારના એક ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી.આતંકવાદી હામિદ મંડલ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો.

આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે

આ આંતકીની ધરપકડ બાદ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)આ કેસના વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે. તેમજ તેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. 

એસટીએફ આ કેસની તપાસ કરી રહી છે

જેમાં એસટીએફ આતંકીની કસ્ટડી માંગે તેવી અપેક્ષા છે. એસટીએફ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીના નેટવર્ક, સંપર્કો અને કથિત પ્રવૃત્તિઓની તપાસ કરી રહી છે. આ કેસ સાથે સંબંધિત અન્ય સંભવિત કાવતરાની પણ તપાસ ચાલી રહી છે.

વધુ જુઓ...