Wed Aug 19 2026

Logo

અમદાવાદના કયા પૂર્વ ધારાસભ્યના ભાણિયાએ છાકટા બની સર્જ્યો અકસ્માત, જાણો કારમાંથી શું મળ્યું

2026-03-02 12:52:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના પૂર્વ ધારાસભ્ચ અને કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલના ભાણિયાએ છાકટા બનીને અકસ્માત સર્જ્યો હતો. યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરે મણિનગરમાં બે વાહનને ટક્કર મારી હતી. કારમાંથી બ્લેક ફિલ્મ અને એનએસયુઆઈની પ્લેટ મળી હતી. અકસ્માત બાદ લોકોએ તેને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

શું છે મામલો

મણિનગરમાં મોડી રાત્રે એક કાર ચાલકે બે વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક ગાડી પર લિસોટા પડ્યા હતા, જ્યારે એક્ટિવા નીચે પડતાં નુકસાન પહોચ્યું હતું. અકસ્માત બાદ  ચાલકે કારમાંથી બહાર કાઢવામાં આવતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. કારમાંથી એનએસયુઆઈની પ્લેટ મળી આવી હતી. તેમજ કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી.

લોકોએ વિશાલ ગુર્જરને કારમાંથી બહાર કાઢીને ફટકાર્યો હતો. આ દરમિયાન મણિનગર પોલીસ પણ સ્થળ પર વી પહોંચી હતી. આરોપીએ નશાની હાલતમાં પીઆઈ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોણ છે

હિંમતસિંહ કોંગ્રેસના કદાવર નેતાઓમાના નેતા માનવામાં આવે છે.તેઓ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. હિંમતસિંહ  અમદાવાદમાં રખિયાલમાં રહે છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે.હિંમતસિંહ પટેલે SSC(ધોરણ-10) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડ્યા હતા. જોકે તેમનો પરાજય થયો હતો.