Mon Oct 05 2026

Logo

વિરાટ કોહલીએ ફોટો લાઈક કરતા જર્મન મોડલ લિઝલાઝે તોડ્યું મૌનઃ કહી આ મોટી વાત

2026-04-20 19:59:36
Author: Mumbai Samachar Team
વિરાટ કોહલીએ ફોટો લાઈક કરતા જર્મન મોડલ લિઝલાઝે તોડ્યું મૌનઃ કહી આ મોટી વાત

મુંબઈઃ જર્મન મોડલ લિઝલાઝની તસવીરને કથિત રીતે 'લાઈક' કરવાને લઈને રોયલ ચેલેન્જર્સ બેંગલુર (RCB)નો બેટ્સમેન વિરાટ કોહલી ચર્ચામાં આવ્યો હતો. હવે લિઝલાઝે આ સમગ્ર ઘટના પર મૌન તોડ્યું છે અને કહ્યું હતું કે તેને આ ઘટનાની સમાચાર મારફતે થઈ હતી.

નોંધનીય છે કે કોહલીએ જર્મન મોડલની તસવીર લાઈક કરી અને ઈન્ટરનેટ પર હોબાળો મચી ગયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં જર્મન મોડલે કહ્યું હતું કે “મને ખબર પણ નથી કે તેમણે આ ફોટો ક્યારે લાઈક કર્યો, મને સમાચારથી તેની જાણ થઈ હતી. 

ઘણા લોકોએ મારા પર ઘણા બધા પ્લેટફોર્મ પર લખેલા લેખો શોધી કાઢ્યા અને મને ડીએમમાં મોકલ્યા હતા. મને આજે ઘણા બધા મેસેજ મળ્યા, લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

લિઝલાઝે કહ્યું હતું કે "મને તેના માટે થોડું ખરાબ લાગ્યું. મને આનંદ થયો કે તેણે લાઈક કર્યું પરંતુ મને સમજાતું નથી કે તે આટલો મોટો મુદ્દો કેવી રીતે બની ગયો. કદાચ તેનો ઈરાદો એવો નહોતો પરંતુ હું હજુ પણ તેના સમર્થનની પ્રશંસા કરું છું."