Sun Sep 06 2026

Logo

IPL 2026 પહેલા ‘કિંગ’ કોહલીનું વિરાટ સ્વરૂપ: માત્ર 19 બોલમાં ફટકાર્યા 45 રન

2026-03-26 10:29:00
Author: Savan Zalariya
IPL 2026 પહેલા ‘કિંગ’ કોહલીનું વિરાટ સ્વરૂપ: માત્ર 19 બોલમાં ફટકાર્યા 45 રન

બેંગલુરુ: થોડા દિવસો પહેલા ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જેના કેપ્શનમાંને લખ્યું હતું કે તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 માટે તૈયારી શરુ કરી છે. હવે IPL શરુ થવાની તૈયારીમાં છે, એ પહેલા કિંગ કોહલી તેનું ‘વિરાટ’ સ્વરૂપ બતાવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમની બીજી ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચમાં વિરાટે 19 બોલમાં 45 રનની શાનદાર ઇનિંગ્સ રમી.

બુધવારે ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ બાદ RCB ના બેટિંગ કોચ દિનેશ કાર્તિકે વિરાટ કોહલીના મજબૂત પ્રદર્શનના વખાણ કર્યા. 

સોશિયલ મીડિયા પર RCB દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં દિનેશ કાર્તિકે કહ્યું, "આજે સારી મેચ રહી. વિરાટનો ક્લાસ ખૂબ જ સારી જોવા મળ્યો, તેણે કેટલાક શાનદાર શોટ રમ્યા. વિરાટની મહાનતા એ છે કે દર વર્ષે તે ચોક્કસ યોજના, ચોક્કસ ઇરાદા સાથે આવે છે. મને લાગે છે કે આ વર્ષે તે વધુ સારું પ્રદર્શન કરશે. તે હંમેશા પોતાની સીમાથી આગળ વધવાનો પ્રયાસ કરે છે. વિરાટ ક્રાઉડમાં ઊર્જા લાવે છે, આ મહત્વની બાબતો છે, અને તે વિરાટના વ્યક્તિત્વનો પણ એક મોટો ભાગ છે." 

RCB એ તેમની પહેલી ઇન્ટ્રા-સ્ક્વોડ વોર્મ-અપ મેચ સોમવારે રમી હતી, જેમાં વિકેટકીપર-બેટર જીતેશ શર્માએ 37 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. ટીમના કેપ્ટન રજત પાટીદારે 25 બોલમાં 74 રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 12 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી.

IPL 2026માં RCB તેની પહેલી મેચ 28 માર્ચના રોજ બેંગલુરુમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે.