Sat Apr 18 2026

Logo

શું તમે ક્યારેય હાથીને પાણીપુરી ખાતા જોયો છે? આ વાઈરલ વીડિયો જોઈ લો...

2026-04-18 20:52:04
Author: Darshna Visaria
Article Image

હાથીને 'ગજરાજ' કહેવામાં આવે છે અને તેને દુનિયાનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી માનવામાં આવે છે. જે પોતાના સામર્થ્ય અને ખાવા-પીવાના શોખ માટે વિશેષ જાણીતા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જંગલના આ વિશાળકાય, બુદ્ધિશાળી પ્રાણીને પણ ભારતના લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એવા પાણીપુરીનો ચસ્કો પણ લાગી શકે? સાંભળવામાં કદાચ વિચિત્ર લાગે પણ આ હકીકત છે. 

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એક અનોખો અને રમુજી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીને તેનો મહાવત ખૂબ જ પ્રેમથી પાણીપુરીવાળા ફેરિયાની લારી પર લઈને જઈને પાણીપુરી ખવડાવી રહ્યો છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર @sandeepnayak146 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલો આ વીડિયો કોઈપણનું દિલ જીતી લે એવો છે. આ વીડિયોમાં હાથીની માસૂમિયત અને પાણીપુરી પ્રત્યેનો તેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળ છે કે બે હાથી રસ્તાની બાજુમાં ઉભેલી પાણીપુરીની લારી પાસે પોતાની મસ્તીમાં ઉભા છે અને લારીવાળો પણ ગભરાયા વગર પ્રેમથી હાથીને એક પછી એક પાણીપુરી ખવડાવી રહ્યો છે. 

હાથી ખૂબ જ શાંતિથી પોતાની સૂંઢ વડે પાણીપુરી લે છે અને મોઢામાં મૂકે છે. તેને જોઈને લાગે છે કે તે આ સ્વાદનો પૂરો આનંદ માણી રહ્યો છે. નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને અત્યાર સુધી હજારો લોકોએ આ વીડિયો જોઈ પણ લીધો છે. આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને નેટિઝન્સ વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો... 

જોકે, આ પહેલી વખત નથી કે હાથીનો આવો કોઈ રમુજી વીડિયો વાઈરલ થયો હોય. આ પહેલાં પણ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી શેરડી ભરેલી ટ્રકને રોકીને ગજરાજે જાણે ટોલ ટેક્સ વસુલતા હોય એમ શેરડીના સાંઠા ઉપાડતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યો છે. વિશાળકાય ગજરાજની આ નિખાલસતા જ લોકોને તેના પ્રેમમાં પડવા માટે મજબૂર કરી દેતી હોય છે.

વધુ જુઓ...