Tue Sep 15 2026

Logo

મૈત્રી કરારમાં યુવકને રહેવું ભારે પડ્યું, યુવતીના પરિવાજનોએ ગુપ્ત ભાગમાં....

2026-04-05 12:22:00
Author: Mayur Patel
મૈત્રી કરારમાં યુવકને રહેવું ભારે પડ્યું, યુવતીના પરિવાજનોએ ગુપ્ત ભાગમાં....

થરાદઃ વાવ-થરાદના એક યુવકને મૈત્રી કરારમાં રહેવું ભારે પડ્યું હતું. યુવતીના પરિવારજનોએ યુવકના ગુપ્ત ભાગમાં ટ્યુબ નાંખી, ઈંજેક્શનની સોય ભોંકી હતી. ઉપરાંત મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો હતો. તેમજ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલેથી ન અટકતાં યુવકે જ્યારે પીવાનું પાણી માંગ્યું ત્યારે તેને ટોયલેટનું પાણી પીવડાવ્યું હતું.

શું છે મામલો?
વાવ-થરાદના એક યુવકે ત્રણ વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીના લગ્ન અન્ય યુવક સાથે થયા હોવા છતાં તે પ્રેમી સાથે રહેવા માંગતી હતી. બંનેએ થોડા દિવસ પહેલા મૈત્રી કરાર કર્યા હતા અને અમદાવાદ રહેવા આવ્યા હતા. બંને શહેરના વટવા વિસ્તારમાં રૂમ રાખીને રહેતા હતા અને નોકરી કરતા હતા.

બે દિવસ પહેલા તેમના ઘરે આરોપીઓ રૂમનો દરવાજો ખોલીને ધસી આવ્યા હતા અને થેલામાં રહેલા રોકડા 32 હજાર, સોનાના દાગીના તેમજ મોબાઈલ તથા અગત્યના ડોક્યુમેંટ લૂંટી લીધા હતા. જે બાદ બંનેને ગાડીમાં બેસાડી અપહરણ કરીને લઈ ગયા હતા. યુવકને અવાવરૂ જગ્યાએ લઈને ફટકારવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત યુવક પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેમાં તેને નગ્ન કરી ગુપ્ત ભાગે ટ્યુબ નાંખી ઈંજેક્શનની સોય ભોંકી પ્રવાહીનો ફુવારો મારવામાં આવ્યો હતો. ઉપરાંત મોઢા તથા આંખના ભાગે ફુવારો મારી ઈજા પહોંચાડી હતી. તેને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો હતો અને વીડિયો પણ શૂટ કર્યો હતો. તેણે તરસ લાગતાં પીવા માટે પાણી માંગતા ટોયલેટનું પાણી પીવડાવ્યું હતું. ઉપરાંત પટ્ટાથી ફટકારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

યુવકને નિર્દયતાથી ફટકારીને અધમૂઓ કર્યા બાદ ખેતરમાં ફેંકી દીધો હતો. યુવક ખેતરમાં પડ્યો હોવાની જાણ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.