Wed Aug 19 2026

Logo

વંદે ભારત ટ્રેનમાં ખરાબ દહીં અંગે મુસાફરની ફરિયાદ IRCTC એ અમૂલને ફટકારી નોટિસ, કોન્ટ્રાક્ટરને દંડ

2026-03-27 16:31:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: પટના-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસમાં પીરસવામાં આવેલા અમુલ દહીંની ગુણવત્તા અંગે એક મુસાફરે ફરિયાદ કરી હતી, IRCTC એ આ ફરિયાદને ગંભીરતાથી ધ્યાનમાં લઇને અમુલને નોટિસ ફટકારી છે. IRCTC એ કેટરિંગ કોન્ટ્રાક્ટર પર દંડ પણ ફટકાર્યો છે.

અહેવાલ મુજબ મુસાફરે 15 માર્ચના રોજ ફરિયાદ કરી હતી. IRCTC એ આ ફરિયાદના આધારે લાઇસન્સ પ્રાપ્ત કેટરિંગ કોન્ટ્રાક્ટરને ભારે દંડ ફટકાર્યો છે. અહેવાલ મુજબ ભોજન પીરસતી કંપની પર ₹50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

રેલવે બોર્ડે કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે મુસાફરો માટે જરૂરી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવ્યા નથી, આ ઘોર બેદરકારી છે, જેના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરનું બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી શકે છે.

IRCTC અમુલને પણ નોટીસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે. IRCTC એ અમૂલને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.  

ભારતીય રેલ્વેએ પોતાની જ કંપની IRCTC પર દંડ ફટકાર્યો છે, ભારતીય રેલ્વેએ IRCTC પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

હલકી ગુણવત્તાવાળા દહીં અંગે મુસાફરે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, સોશિયલ મીડિયા આ મામલે ચર્ચા શરુ થઇ હતી. જેનાકારણે રેલવેને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.