Sun Jul 26 2026

Logo

વિદ્યાનગરમાં ભણતી છોકરીને પરીણિત મુસ્લિમ યુવકે હિંદુ બતાવીને ફસાવી, ન્યુડ કોલનો વીડિયો બનાવીને શરીર સંબંધ બાંધ્યા ને.....

2026-07-17 08:54:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ  વલ્લભ વિદ્યાનગરમાં ભણતી અમદાવાદ ગ્રામ્યની એક છોકરીને પરીણિત મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરી ફસાવી હતી. જે બાદ ન્યુડ કૉલનો વીડિયો બનાવી શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ અવાર નવાર બ્લેકમેલ કરવામાં આવતી હતી.  છોકરી વાત કરવાની ના પાડતી તો મુસ્લિમ યુવક મરી જવાની ધમકી આપીને મરતી વખતે તારું નામ લખાવી દઈશ તેમ કહેતો હતો.

મળતી વિગત પ્રમાણે, છોકરીએ તેની બહેનપણીની મદદથી ફોન ખરીદી મેસેજિંગ એપ ડાઉનલોડ કરી હતી.  જેમાં તેને એક યુવક સાથે સંપર્ક થયો હતો.  યુવકે તેનું નામ સોનું જણાવીને સગીરા સાથે સંપર્ક કેળવીને વિશ્વાસ જીત્યો હતો.  જે બાદ તેની મરજી વગર ન્યૂડ કૉલ કરાવી ધમકી આપીને બ્લેકમેલ કરી હતી. છોકરીએ તપાસ કરતાં યુવકનું નામ સોનુ નહીં પણ બીટ્ટુખાન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત તે પરીણિત હોવાનું સામે આવતાં તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

છોકરીના જણાવ્યા મુજબ, જ્યારે તે હૉસ્ટેલમાં રહેતી હતી ત્યારે તેણે ફેબ્રુઆરી મહિનામાં તેની બહેનપણીની મદદથી એક ફોન ખરીદ્યો હતો. તેમજ પ્લે સ્ટોર પરથી મેસેજિંગ એપ ડાઉનલોડ કરી હતી. એપ દ્વારા તેને સોનુ નામના યુવકને પરિચય થયો હતો અને બંને વાતચીત કરતા હતા. મુસ્લિમ યુવકે તેની ઉંમર 23 વર્ષ અને કુંવારો હોવાનું જણાવ્યું હતું. એક દિવસ યુવકે ન્યુડ કોલ કર્યો હતો. તેણે ના પાડતાં મરી જવાની ધમકી આપી હતી. ઉપરાંત મરતી વખતે તારું નામ લખાવી દઈશ તેવું કહ્યું હતું. જેથી તેણે યુવકની માગણી પૂરી કરી હતી. 

ઉપરાંત યુવક જ્યારે મળતો ત્યારે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આ દરમિયાન યુવકના મિત્ર થકી તેનું સાચું નામ બીટ્ટુખાન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તે મધ્ય પ્રદેશના ગ્લાલિયરનો રહેવાસી અને પરીણિત તથા એક સંતાનનો બાપ હોવાનું જાણવા મળ્યું હતું. પત્નિ સાથે ઝઘડો થતાં તે છૂટાછેડા લેવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. છોકરીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.