મુંબઈઃ OTT પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર પર આવેલી ફિલ્મ 'પુલીસ ઈન્વેસ્ટિગેશન' યુવા વર્ગને પસંદ પડી રહી છે. 2 કલાક અને 16 મિનિટ આ ફિલ્મ ચોંકાવનારા રહસ્ય ખોલે છે. કેટલાક સીન તો રૂવાંડા ઊભા કરે દે છે. જેવું નામ છે એવું જ ફિલ્મનું કામ છે. પોલીસ એક કેસ પર કેવું અને કેટલું ઈન્વેસ્ટિગેશન કરે છે એના પર આખી ફિલ્મ પ્લે થઈ રહી છે. દિમાગના તાર ઝણઝણાવી દે એવી સ્ટોરી, પ્લોટ અને ફ્રેમવર્કમાં ટાઈમ વેસ્ટ ન કર્યાનું ફીલ કરાવે છે. આ ફિલ્મનું નામ છે 'ઉયિર'
ચોંકાવનારી સ્ટોરી
હોટ સ્ટાર પર સ્ટ્રિમ થતા જ ફિલ્મ છવાઈ ગઈ હતી. સાઉથ સિનેમા સાથે ક્નેક્ટ થયેલી આ ફિલ્મમાં પોલીસનો રોલ મુખ્ય છે જેને એક મર્ડરના આરોપીની ભાળ મેળવવાની છે. સ્ટોરીની શરૂઆત એવી રીતે થાય છે જે દેખાવમાં તો સામાન્ય લાગે છે પણ એ પછીથી ખબર પડે છે કે જેની ડેડબોડી મળી છે એની હત્યા થયેલી છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ હાલમાં ઓટીટી પ્લેટફોર્મની દુનિયામાં પહેલા ક્રમે લીડ કરી રહી છે. સ્ટોરી ત્યાં ચોંકાવનારી બને છે જ્યારે ખબર પડે છે કે, એ બોડી મહિલાની છે. આ ઘટના સામે આવતા દરેક વ્યક્તિ ભયભીત તો થાય છે પણ પોલીસ ટીમના મનમાં કંઈક ઔર ચાલતું હોય છે. પોલીસ પણ પહેલીવાર જ્યારે આ વાત સામે આવે છે ત્યારે ચોંકી જાય છે. જુદા જુદા તબક્કા પર જ્યારે તપાસ આગળ વધે છે એવા સમયે કોઈ વ્યક્તિના જીવન સાથે એ વાત ક્નેક્ટ થાય છે જે ફિલ્મને એક અલગ દિશામાં લઈ જાય છે.

નકરાવે જેવી ફિલ્મ નથી
આ ફિલ્મને 10માંથી 8 રેટ મળ્યા છે. ઘણા વિશ્લેષકો આને મસ્ટ વૉચ ફિલ્મ ગણાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ દમદાર છે. તપાસથી જ ફિલ્મ શરૂ થાય છે પણ જે રીતે ફિલ્મ એક શોક આપીને જાય છે એ દમદાર છે. સમગ્ર ફિલ્મ ડાર્ક થીમ પર ચાલે છે. મોટાભાગના સિનમાં ક્રાઈમ સીનની ફ્લેર દેખાઈ આવે છે. જે સ્ક્રિપ્ટ, ડાયલોગ પર અને ફ્રેમ પર કામ થયું છે એ પણ શ્રેષ્ઠ છે. થોડું કોન્ટેટ વધારે રીસર્ચ બેઝ હોય તો ઔર દર્શકોને મજા આવી જાત. છતા એક માઈનસ પોઈન્ટથી આખી ફિલ્મને નકારવા જેવી નથી. સીન કરતા જે રીતે સ્ટોરી ટર્ન લે છે એ જોવાની દર્શકોને મજા પડવાની છે.24 કલાકમાં ફિલ્મને ઘણા બધા સારા રીવ્યૂ મળ્યા છે અને પ્લેટફોર્મનો સ્ક્રિન વૉચ ટાઈમ પણ એકાએક વધી ગયો છે.