વોશિંગ્ટન ડીસીઃ પશ્ચિમ એશિયામાં સંકટ ઘેરું બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ જલદી સમાપ્ત થવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, હવે નિશાન બનાવી શકાય તેવું કંઈ બચ્યું નથી. હું જ્યારે ઈચ્છું ત્યારે યુદ્ધ ખતમ થઈ જશે.
એક દિવસ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, યુદ્ધ લગભગ પૂરુંથઈ ચૂક્યું છે. ઈરાન પાસે હવે નૌસેના, સંચાર વ્યવસ્થા અને વાયુસેના જેવી તાકાત બચી નથી. ઈરાનની મિસાઈલ ક્ષમતા પણ ઘટી ગઈ છે. તેના ડ્રોન સતત તોડી પાડવામાં આવી રહ્યા છે. હવે તેમની પાસે લગભગ કંઈ બચ્યું નથી.
આ ઉપરાંત તેમણે ઈરાનને ચાલાકી કરવાથી બચવાની ચેતવણી પણ આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, ઈરાને જટેલા હુમલા કરવાના હતા તે કરી દીધા અને હવે જો કોઈ ખોટું પગલું ભરશે તો દેશનો અંત થઈ શકે છે. તેમનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.
#WATCH | US President Donald Trump says, "We take decisive action to stop the threat posed by the terrorist regime in Iran with Operation Epic Fury. Is that a great name? Well, it's only good if you win... And we've won... You never like to say too early that you've won... We… pic.twitter.com/VJ8XjZs31o
— ANI (@ANI) March 11, 2026
આ પહેલા ઈઝરાયલના રક્ષા પ્રધાને કહ્યું કે, જ્યાં સુધી જરૂરી હશે ત્યાં સુધી હુમલા શરૂ રાખવામાં આવશે. જ્યાં સુધા અભિયાનનું પરિણામ ન આવી જાયે ત્યાં સુધી આ કાર્યવાહી શરૂ રહેશે. અલગ અલગ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે. હુમલાનો હેતુ ઈરાનના લોકોને ખામેનેઈના નેતૃત્વ હેઠળની સરકાર સામે ઉભા રાખવાનો અને તેને હટાવવા માટે પ્રેરિત કરવાનો છે.