વોશિંગટનઃ અમેરિકાએ ઈઝરાયલ સાથે રહીને ઈરાન પર હુમલો કર્યો પણ આ યુદ્ધને લઈને હજુ સુધી અમેરિકાએ કોઈ દિશા સ્પષ્ટ કરી નથી. સમગ્ર યુરોપને ઊર્જા સંકટમાં નાંખીને અમેરિકાએ મિડલ ઈસ્ટ સહિત સમગ્ર એશિયાના દેશની ચિંતા વધારી દીધી છે. હાલની સ્થિતિ એવું કહી શકાય કે, ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકા માટે ગળાનું હાડકું બની ચૂક્યું છે. ટ્રમ્પના નિવેદનમાં હવે કોઈ એકસૂત્રતા જોવા મળતી નથી. ટ્રમ્પ જુદા-જુદા સમયે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે. ક્યારેક એવું કહે છે કે,યુદ્ધ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તો ક્યારેક યુદ્ધ માટે તૈયાર જહાજ ઈરાન બાજુ મોકલી દે છે.
અમેરિકા કોઈ નિર્ણય લઈ શક્યું નથી
ઈરાનના વળતા હુમલાને ધ્યાને લેતા અમેરિકા હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યું નથી. બીજી તરફ ઈરાન પણ એવું નિવેદન આપી ચૂક્યો છે કે, લાંબા સમય સુધી યુદ્ધ કરવા માટે અમે તૈયાર છીએ. અમેરિકા કે ઈઝરાયલ તરફથી સ્પષ્ટ નથી કે આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે, ક્યારે અટકશે. આ યુદ્ધના કારણે ગેસ અને ક્રૂડ ઓઈલની વધી રહેલી કટોકટીથી સમગ્ર યુરોપ સહિત એશિયાના દેશઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.
યુરોપના કેટલાક દેશ રશિયા પર લાગેલા સેક્શનને દૂર કરવા માટે માગ કરી રહ્યા છે. રશિયાના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, રશિયાના ઊર્જાના સંસાધનો અસ્વીકાર કરીને યુરોપીયન રાજનેતા ઈરાદાપૂર્વક સંક્ટને વધારે વિકટ કરી રહ્યા છે.
શું કહ્યું મારિયા જખારોવાએ?
રશિયાના ઉચ્ચ અધિકારી મારિયા જખારોવાએ કહ્યું હતું કે,ઊભી થયેલી વૈશ્વિક સંકટની પરિસ્થિતિ કોઈ ટેકનિકલ કે કુદરતી આપત્તિથી નથી, પરંતુ તેના પોતાના નેતાઓના નિર્ણયોથી સર્જાઈ છે, જે સ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યા છે.
આ તરફ ઉર્સુલા વોન ડેર લેયેન, જે યુરોપિયન કમિશનના અધ્યક્ષ છે, તેમણે મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે યુરોપમાં ગંભીર ઊર્જા સંકટ હોવા છતાં સભ્ય દેશો દ્વારા રશિયન કુદરતી ગેસની ખરીદી પર સ્પષ્ટ પ્રતિબંધ જાળવવાના EUના દૃઢ વલણની પુષ્ટિ કરી છે.
જોકે આ સ્થિતિ કેટલો સમય ટકી રહેશે તે અંગે અનિશ્ચિતતા છે. આ મહીનાની શરૂઆતમાં હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બનને EUને રશિયન ઊર્જા પર લાગેલા પ્રતિબંધોની સમીક્ષા કરવા અને તેને સ્થગિત કરવાની અપીલ કરી હતી.
અમેરિકા-રશિયાની મજબૂરી
અમેરિકાએ પહેલાથી જ એક મહિના સુધી રશિયાને રાહત આપવાની વાત કરી હતી.હવે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલું રહ્યું તો રશિયાને લાંબા સમય સુધી રાહત આપવી એ અમેરિકાની મજબૂરી થઈ જશે. ઈઝરાયલ અને અમેરિકા પોતાની જમીન અને ક્રૂડ-ગેસના આંતરમાળખા પર હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝ ક્રિક બંધ કરી દીધી હતી. અહીં હુમલો હવે ગેસ અને ક્રૂડની સપ્લાયને અસર કરી શકે છે.
ઈરાન હવે અમેરિકાના સૈન્ય ઠેકાણા પર હુમલા કરી રહ્યો છે. ક્રૂડ અને ગેસ સંબંધિત કામકાજ અનેક દેશમાં હવે ઠપ્પ થઈ રહ્યા છે. બીજી તરફ ચીન પર મોકાની રાહ જોઈને બેઠો હોય એવું લાગ છે. સમય મળતા જ તાઈવાન પર કબજો કરી લેશે. ચીને આ માટે ઘણા સમય પહેલા જ તૈયારીઓ કરી લીધી હતી. અમેરિકા ખુદ એ વાતનો સ્વીકાર કરે છે કે, ચીન કંઈક મોટું કરવાના મૂડમાં છે. ખાસ કરીને તાઈવાનને લઈને તે કબજો કરી શકે છે.