Thu Apr 16 2026

Logo

ઈરાનમાં તૂટ્યું અમેરિકી વિમાન, જાણો શું હતા પાયલોટના છેલ્લા શબ્દો

Tehran   2026-04-06 16:46:00
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષ 2026માં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધમાં આકાશથી લઈને જમીન સુધી લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે. આ સંઘર્ષ દરમિયાન અમેરિકાનું શક્તિશાળી F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ ઈરાની સીમામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનાએ માત્ર બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો નથી કર્યો, પરંતુ દુશ્મન દેશની ધરતી પર ફસાયેલા અમેરિકી ક્રૂ મેમ્બર્સને બચાવવા માટે એક અત્યંત જોખમી અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ રેસ્ક્યૂ મિશનની જરૂરિયાત ઊભી કરી હતી.

વિમાન ક્રેશ થયા બાદ પાયલોટ અને વેપન્સ સિસ્ટમ ઓફિસર (WSO) પેરાશૂટ દ્વારા અલગ-અલગ સ્થાનો પર ઉતર્યા હતા. ઘાયલ થયેલા WSO એ પહાડોની તિરાડમાં છુપાઈને 24 કલાક વિતાવ્યા હતા. આ દરમિયાન તેણે રેડિયો પર "God is good" (ભગવાન દયાળુ છે) એવો ત્રણ શબ્દોનો SOS સંદેશ મોકલ્યો હતો. શરૂઆતમાં અમેરિકી અધિકારીઓને લાગ્યું કે આ ઈરાની સૈનિકોની કોઈ ચાલ હોઈ શકે છે, પરંતુ ઓફિસરની ધાર્મિક આસ્થાની પુષ્ટિ થયા બાદ તરત જ તેને બચાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઈરાની સૈનિકો અને સ્થાનિક લોકો ઈનામની લાલચે તેને શોધી રહ્યા હતા ત્યારે આ ઓફિસરે પોતાની વિશેષ ટ્રેનિંગનો ઉપયોગ કરી પોતાને સુરક્ષિત રાખ્યો હતો.

આ ઘાયલ ઓફિસરને બચાવવા માટે અમેરિકાએ રાત્રિના સમયે એક હાઈ-રિસ્ક સ્પેશિયલ ફોર્સ મિશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં 200 જેટલા કમાન્ડો સામેલ હતા. અગાઉ દિવસના ભાગમાં પાયલોટને એક ક્વિક સ્નેચ મિશન દ્વારા સુરક્ષિત બહાર કાઢી લેવાયો હતો, પરંતુ WSO માટેનું મિશન વધુ પડકારજનક હતું. અમેરિકી સર્વેલન્સ ટેકનોલોજીની મદદથી તેની સચોટ લોકેશન ટ્રેક કરવામાં આવી અને દુશ્મન દેશના વિસ્તારમાં કામચલાઉ બેઝ બનાવીને આ જાંબાઝ ઓફિસરને મોતRetના મુખમાંથી બહાર લાવવામાં આવ્યો હતો.

આ આખા રેસ્ક્યૂ ઓપરેશનમાં અમેરિકી ગુપ્તચર એજન્સી CIA એ ઈરાનને ગેરમાર્ગે દોરવા માટે એક મોટું 'ડિસેપ્શન મિશન' ચલાવ્યું હતું. સીઆઈએ એવી અફવા ફેલાવી કે જવાન મળી ગયો છે અને તેને જમીન માર્ગે લઈ જવામાં આવી રહ્યો છે, જેથી ઈરાની સર્ચ ટીમો ખોટી દિશામાં ફંટાઈ ગઈ. આ મિશનમાં ઈઝરાયેલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈઝરાયેલી એરફોર્સે રેસ્ક્યૂ ઝોન તરફ વધી રહેલા ઈરાની સૈનિકો પર હુમલો કરી તેમની ગતિ ધીમી પાડી દીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સફળ ઓપરેશન બાદ અમેરિકા અને ઈઝરાયેલની અતૂટ ભાગીદારીની પ્રશંસા કરી હતી.