Sat Apr 18 2026

Logo

હવે અમેરિકાના નિશાન પર છે ક્યુબા, એક રેલી દરમિયાન ટ્રમ્પે કર્યો આવો દાવો

Newyork   2026-04-18 10:20:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલી દરમિયાન પોતાના બીજા ટાર્ગેટ અંગે ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમનું આગામી નિશાન હવે ક્યુબા છે, ક્યુબાના લોકો 70 વર્ષથી અમેરિકાની રાહ જોઈ રહ્યાં છે. અમેરિકાના આ દાવા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે, હવે અમેરિકા ક્યુબામાં પણ સૈન્ય કાર્યવાહી કરશે. આ રેલી દરમિયાન ટ્રમ્પે એવો દાવો કર્યો તેમણે અત્યાર સુધીમાં 10 યુદ્ધ શાંત કર્યાં છે. તે પછી નિશાન પર ક્યુબા હોવાનું એલાન કર્યું છે. અમેરિકા અત્યારે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધમાં કોઈને કોઈ રીતે દખલ કરવાની ચેષ્ઠા કરી રહ્યું છે, માત્ર ચેષ્ઠા જ નહીં પરંતુ બાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નિવેદનો પણ આપવામાં આવે છે. 

ક્યુબામાં હવે એક નવી સવાર થશે તેવો અમેરિકાનો દાવો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક રેલી દરમિયાન કહ્યું કે, હવે ક્યુબા મારા નિશાન પર છે. થોડા જ સમયમાં ક્યુબામાં હવે એક નવી સવાર થવાની છે. રેલીમાં ભાષણ આપતા ટ્રમ્પે કહ્યું કે, ક્યુબાના લોકો 70 વર્ષથી અમેરિકાની રાહ જોઈ રહ્યાં છે. હવે અમે તેમની મદદ કરીશું. મૂળ વાત એ છે કે, અમેરિકા હવે ક્યુબમાં સેન્ય રીતે દખલ કરશે. તેના કારણે શું પરિસ્થિતિ સર્જાશે તેનો અંદાજ અત્યારે લાગી શકાય નહીં. 

દાવાઓ અંગે અમેરિકા ઈરાન આમનેસામને 

અમેરિકા આ પહેલા ઈરાનને લઈને અનેક દાવાઓ કર્યાં હતાં. સોશિયલ મીડિયામાં એક સાથે સાત પોસ્ટ કરીને અનેક દાવાઓ કર્યાં હતાં. જેમાં ખાસ કરીને ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા માટે તૈયાર થયું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ્યા સુધી શાંતિ કાયમ નહીં થાય ત્યાં સુધી અમેરિકા નાકાબંધી યથાવત રાખશે તેવો પણ દાવો કર્યો હતો. જો કે, ઈરાને અમેરિકાના આ દાવાઓને ફગાવી દીધા છે. હોર્મુઝ પર માત્ર ઈરાનનો જ અધિકાર છે તેવો ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે દાવો કર્યો છે.