Tue Sep 08 2026

Logo

રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેની મનુસ્મૃતિ અંગેની ટિપ્પણીથી હોબાળો

2026-07-30 16:31:17
Author: Chandrakant Kanoja
રાજયસભામાં મલ્લિકાર્જુન ખડગેની મનુસ્મૃતિ અંગેની ટિપ્પણીથી હોબાળો

 

નવી દિલ્હી: રાજયસભામાં એન્ટિ પેપર લીક બિલ અંગેની ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મનુસ્મૃતિ અંગેની ટિપ્પણીને લઈને હોબાળો મચ્યો હતો.  આ અંગે ભાજપે  વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગૃહના નેતા જેપી નડ્ડાએ ટિપ્પણી કરી કે તેમના શબ્દો અશાંતિ ફેલાવશે અને આ નિવેદનમાં કોઇ તથ્ય નથી. 

અભ્યાસક્રમમાં મનુસ્મૃતિની વિગતો ઉમેરવામાં આવી રહી છે

આ અંગે મળતી માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમમાં મનુસ્મૃતિની વિગતો ઉમેરવામાં આવી રહી છે. જોકે, ભાજપના હોબાળા બાદ તેમની ટિપ્પણીને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવી હતી. 

મલ્લિકાર્જુન ખડગેએ ખોટી માહિતી આપી 

આ પૂર્વે ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે,મારી  જાણકારી મુજબ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જે વાત કહી તે ખોટી છે. 

પ્રમોદ તિવારીએ  એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ  એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું  હતું કે આ પુસ્તક તેમના કાર્યકાળ દરમિયાન પ્રકાશિત થયું હતું અને તેના પર પ્રતિબંધ નથી. જો તેઓ તેને ટાંકતા હોય અથવા પ્રદર્શિત કરતા હોય તો તે તેમની ભૂલ છે.તેમણે કહ્યું કે ભાજપ 12 વર્ષથી સત્તામાં છે. 

જેપી નડ્ડાએ બ્રિટિશ યુગ પહેલાના મૂળ લખાણની માંગણી કરી

જેના જવાબમાં જેપી નડ્ડાએ બ્રિટિશ યુગ પહેલાના મૂળ લખાણની માંગણી કરી હતી. તેમજ કહ્યું કે આવા નિવેદનો અશાંતિ ઉભી કરે છે. જેની બાદ અધ્યક્ષે જાહેરાત કરી કે મલ્લિકાર્જુન ખડગે વતી કરવામાં આવેલી મનુસ્મૃતિ સંબંધિત ટિપ્પણીઓને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવે છે.